ભારતના પડોશી દેશોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તા પરિવર્તન માટે દેશવ્યાપી પદર્શન થઈ રહ્યા છે. નેપાળમાં સોશિયલ મીડિયા બેન વિરુદ્ધ શરૂ થયેલ Gen-Z ના આંદોલન બાદ વડાપ્રધાન કેપી ઓલી એ પદ પરથી રાજીનામું આપવુ પડ્યુ છે. આ પ્રદર્શનકારીઓમાં નેપાળની સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ પર પણ કબજો કરી લીધો છે અને અનેક મંત્રીઓના ઘરો આગને હવાલે કરી દેવાયા છે. પીએમ ઓલીના રાજીનામા બાદ પણ લોકોનો આક્રોશ શમ્યો નથી. ત્યાં સુધી રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસ પર પણ પ્રદર્શનકર્તાઓએ કબજો કરી લીધો છે.
નેપાળમાં અત્યાર સુધી ગૃહ, કૃષિ અને સ્વાસ્થ્ય મંત્રી સહિત પાંચ મંત્રીઓ રાજીનામુ આપી ચુક્યા છે. સાથે જ વિપક્ષી દળોના 20 થી વધુ સાંસદો તેમનુ સામૂહિક રાજીનામુ આપી ચુક્યા છે. એવામાં વિપક્ષી દળોની માગ છે કે સંસદનો ભંગ કરીને ફરી ચૂંટણી કરાવવામાં આવે. નેપાળમાં સોશિયલ મીડિયા બેન, ભ્રષ્ટાચાર અને પરિવારવાદના વિરોધમાં સોમવારે શરૂ થયેલા પ્રદર્શનના 30 કલાકની અંદર જ ભારતના પ્રધાનમંત્રીએ પદ છોડવુ પડ્યુ છે. પરંતુ એવી સ્થિતિ થોડા વર્ષો પહેલા ભારતના અન્ય પડોશી દેશોમાં પણ સર્જાઈ હતી. જ્યારે સત્તારૂઢ લોકોને જનાક્રોશ સામે સરેન્ડર કરવુ પડ્યુ હતુ.
નેપાળ જેવી સ્થિતિ વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં પણ સર્જાઈ હતી જ્યારે તાલિબાવે કાબુલની સત્તા પર કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાનમાં યુએસ સમર્થિત મોહમ્મદ અશરફ ગનીની સરકાર પડી ભાંગી અને તાલિબાન સત્તા પર આવ્યું. 2001 માં, યુએસના નેતૃત્વમાં તાલિબાનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યું અને અશરફ ગની સરકારની રચના થઈ. પરંતુ 20 વર્ષના સંઘર્ષ પછી, યુએસ-તાલિબાન કરાર હેઠળ 2020 માં વિદેશી દળોને પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. બીજી તરફ, તાલિબાને તેની લશ્કરી તાકાત વધારી અને એપ્રિલ 2021 સુધીમાં અફઘાનિસ્તાનમાં હુમલાઓ તેજ કર્યા.
ઓગસ્ટ 2021માં તાલિબાનમાં અફઘાનિસ્તાનના પ્રમુખ શહેરો પર કબજો કરી લીધો. જે બાદ 15 ઓગસ્ટ 2021 એ તાલિબાને કાબુલ તરફ કૂચ કરી. જીવ બચાવવા માટે તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા અને તાલિબાને રાષ્ટ્રપતિભવન પર કબજો કરી લીધો. અમેરિકી દૂતાવાસથી હેલિકોપ્ટરોની મદદથી લોકોને નિકાળવામાં આવ્યા અને આ દરમિયાન કાબુલ ઍરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ. જેમા 170 થી વધુ લોકો માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાનમાં સેનાની નબળાઈ, ભ્રષ્ટાચાર, અમેરિકી સેનાની વાપસી વિદ્રોહનું કારણ બની. જે બાદ કાબુલની લગામ તાલિબાનોના હાથમાં આવી ગઈ અને તુઘલખી ફરમાનો જારી થવાનું શરૂ થઈ ગયુ. દેશમાં મહિલાઓના અધિકારોને સીમિત કરી દેવાયા અને પાકિસ્તાન સમર્થિત તાલિબાનથી આતંકવાદનો ખતરો પણ વધ્યો. અફઘાનિસ્તાન વર્તમાનમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. પરંતુ તાલિબાનનું રાજ હજુ પણ યથાવત છે.
અફઘાનિસ્તાનમાં વિદ્રોહના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2022માં શ્રીલંકા આર્થિક સંકટમાં ડૂબી ગયુ. જેના વિરોધમાં મોટા પાયે દેખાવો શરૂ થઈ ગયા અને ધીમે ધીમે એક જનઆંદોલન ઉભુ થઈ ગયુ. રસ્તા પર આગચંપી, રાષ્ટ્રપતિ નિવાસસ્થાન, સંસદ સહિતના તમામ સ્થળો પર પ્રદર્શનકર્તાઓએ કબજો કરી લીધો. ત્યા સુધી કે રાષ્ટ્રપતિભવનના પૂલમાં પ્રદર્શનકર્તાઓનો સ્વિમિંગ કરતો વીડિયો પણ સામે આવ્યો. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને મધરાતે દેશ છોડીને માલદિવ ભાગી જવુ પડ્યુ.
રાજપક્ષેની સરકાર દરમિયાન 2019-2022 સુધીમાં વિદેશી દેણુ ઘણુ વધી ગયુ અને ત્યારબાદ કોરોનર મહામારી અને પર્યટન ઉદ્યોગ ઠપ્પ થવાથી અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પડી ભાંગી હતી. રોજિંદી ખાવા પીવાની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા. 2022ની શરૂઆતમાં પેટ્રોલ અને દવાઓના ભાવ ઘટ્યા તો કાળાબજારી શરૂ થઈ ગઈ. માર્ચ-એપ્રિલ દરમિયાન આ કારણોથી લાકો લોકો રાજધાની કોલંબોની સડકો પર ઉતર્યા અને મે 2022 માં પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેને રાજીનામુ દેવુ પડ્યુ. જે બાદ 9 જૂલાઈ 2022 એ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવ ભાગી ગયા અને સપ્ટેમ્બર 2022માં તેમણે પદ પરથી ઔપચારીક રાજીનામુ આપ્યુ.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે 2024માં વિદ્યાર્થી આંદોલનના કારણે શેખ હસીનાની સરકાર પડી ગઈ. બાંગ્લાદેશમાં 2024ના વિદ્યાર્થી આંદોલનને ‘બીજો સ્વતંત્રતા સંગ્રામ’ પણ કહેવામાં આવ્યો. તેમા સેનાની ભૂમિકા મહત્વપૂર્ણ હતી અને આ જ કારણ છે કે હસીના સરકારનો તખ્તાપલટ થઈ ગયો. શેખ હસીનાની અવામી લીગ સરકાર 2009 માં સત્તામાં હતી પરંતુ ભ્રષ્ટાચાર, માનવાધિકાર ભંગ અને અનામત નીતિ પર અસંતોષને લઈને વિદ્યાર્થીઓનો આક્રોષ ભભુકી ઉઠ્યો. જુલાઈ ઓગસ્ટમાં પદર્શન વધુ હિંસક થઈ ગયા અને સરકારે ફાયરીંગના આદેશ દઈ દીધા. આ ફાયરીંગમાં 300 થી વધુ લોકોના મોત થયા.
5 ઓગસ્ટ 2024 એ શેખ હસીનાને પીએમ પદથી રાજીનામુ આપી ભારત આવી જવુ પડ્યુ. સેના પ્રમુખ જનરલ વાકર- ઉજ-જમાને વચગાળાની સરકારનું એલાન કર્યુ. નોબેલ વિજેતા મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા. જે હાલ દેશની કમાન સંભાળી રહ્યા છે. આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના જનક અને બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની મૂર્તિ સુદ્ધા ધ્વસ્ત કરી નાખી. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હજુ સુધી બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ નથી થઈ શકી અને દેશમાં હજુ પણ અસ્થિરતાની સ્થિતિ છે.
આ જ પ્રકારે પડોસી દેશ પાકિસ્તાનમાં પણ સતત રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવ્યા બાદ શરૂ થયેલુ આંદોલન હજુ પણ યથાવત્ છે. પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો સતત વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને જનસભાઓ આયોજિત કરી રહ્યા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા જૂથો ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં હુમલા તેજ કરી રહ્યા છે. અવારનવાર ડ્રોન હુમલા કરવામાં આવે છે. આ તરફ બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા અલગતાવાદી જૂથો પણ પાકિસ્તાનની શાહબાઝ સરકાર માટે જોખમ બનેલા છે. જેમણે બલુચિસ્તાનને આઝાદ દેશ ઘોષિત કરી દીધો છે.
માલદીવમાં પણ નવેમ્બર 2023 માં મોહમ્મદ મોઈઝ્ઝુના રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ રાજકીય માહોલ બદલાઈ ગયો છે. તેમણે ‘ભારત વિરોધી’ વલણ સહિત રાષ્ટ્રવાદી વચનો મુકી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને સાઈડલાઈન કરી દીધા. જેમણે પીપલ્સ નેશનલ ફ્રન્ટ નામથી નવી પાર્ટી બનાવી. મુઈઝ્ઝુની નીતિઓ, જેમા ચીન સાથેના મજબૂત સંબંધો પણ સામેલ છે. જેમણે ભારત સાથે તણાવ ઉભો કર્યો. ઘરેલુ સ્તર પર તેમની સરકાર તેમની જ આગલી સરકારની સરખામણીએ વધુ રૂઢિવાદી છે.
છેલ્લા ચાર વર્ષમાં ભારતના ચાર પડોશી દેશો … અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં થયેલા તખ્તાપલટમાં સીધી કે આડકતરી રીતે અમેરિકાની ભૂમિકા નોંધપાત્ર રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાએ જાણી જોઈને તાલિબાનીઓ માટે માર્ગ ખુલ્લો કરી દેવો એ તાલિબાનને સત્તા સુધી પહોંચાડવાની વ્યૂહરચના તરીકે જોવાઈ રહ્યુ છે.
જયારે શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે યુએસ સંચાલિત એનજીઓ અને માધ્યમો દ્વારા જનઆક્રોશને ભરપૂર સપોર્ટ આપ્યો. શ્રીલંતા અને ચીનના સંબંધોને નબળા પાડવા દબાણ લાવવામાં આવ્યુ. શ્રીલંકામાં યુએસ સંચાલિત એનજીઓ અને મીડિયા નેટવર્ક્સે જનક્રાંતિને ઉશ્કેરવામાં ભરપૂર સપોર્ટ કર્યો.
બાંગ્લાદેશમાં માનવાધિકારના હકમાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનને અમેરિકી સમર્થન મળ્યું અને અંતે શેખ હસીનાની સરકાર પડી ગઈ. હ્યુમન રાઈટ્સ વાયોલેશનના બહાને યુએસ બેઝ્ડ સંસ્થાઓ દ્વારા શેખ હસીનાની છબી ખરડવામાં આવી. અમેરિકા તરફી અને અમેરિકા સાથે નિકટતા ધરાવતા નોબેલ વિનર યૂનુસને વચગાળાની સરકારમાં મૂકવામાં આવ્યા. સેનાની તરફથી મળેલો ટેકો પણ પશ્ચિમી દુનિયા સાથેના આડકતરા ગઠબંધનના ભાગરૂપે જોવામાં આવે છે. વિદ્યાર્થી રસ્તા પર ઉતર્યા હતા પરંતુ તેની સ્ક્રિપ્ટ અને ડાયરેક્શ અમેરિકાથી થઈ રહ્યુ હતુ.
નેપાળમાં Gen-Zના આંદોલનને સાઇબર-આધારિત પ્રોત્સાહન મળ્યાનું મનાય છે, જેમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ અને જનમત ઘડવાની તાકાત બાહ્ય મદદથી આવેલી જણાઈ રહી છે. આ તમામ ઘટનાઓમાં ભલે અમેરિકાની સીધી દખલગીરી ન હોય, પણ પડદા પાછળની તેનુ ડાયરેક્શન નિષ્ણાંતો જરૂર જોઈ રહ્યાા છે. કારણ કે આટલી મોટી સંખ્યામાં Gen-Z એક સાથે રસ્તા પર ઉતરી આવે, એકાએક સોશિયલ મીડિયા એક અવાજ બની જવો એ તમામ ટ્રેન્ડ્સ પાછળ યુએસ બેઝ્ડ અલગોરિધમ અને ફન્ડીંગ એનજીઓનો હાથ છે.