વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (30મી ઓક્ટોબર) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કરશે. જ્યારે 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે.
PM MODI GUJARAT VISIT LIVE UPDATES :
ખેડૂતો અને મહિલાઓ સાથે પીએમ મોદીનો સંવાદ
BBBRC સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી ભીલડીમાં સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.
PM મોદીએ ET-IVF લેબનું ઉદઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BBBRC સેન્ટરમાં પીએમ મોદીએ વાછરાડાઓને દૂધ પીવડાવ્યું હતું. રોડ શૉ પૂર્ણ કર્યા બાદ અહીં ET-IVF લેબનું ઉદઘાટન કર્યું હતું.
ભીલડીમાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ શરૂ
છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન અને કાર્યનો કઇ તોડ શોધી નથી શક્યા, સત્તા લાલચ માટે આ જ કોંગ્રેસીઓએ વડાપ્રધાનશ્રી માટે અપશબ્દોની જાણે ડિકસનરી બનાવી દીધી છે. એવા એક પણ અપશબ્દ નથી જે બોલી આ કોંગ્રેસીઓએ વડાપ્રધાનશ્રી નું અપમાન ન કર્યુ હોય. વડાપ્રધાનશ્રીના સ્વર્ગસ્થ માતા પિતા માટે આપણા ભારતીય સંસ્કારમાં જે વ્યક્તિ આ દુનિયામા ન હોય તેના માટે અપશબ્દો બોલીને અપમાન કરવુ તેનાથી મોટુ પાપ ન હોય શકે અને આ કોગ્રેસીઓ દ્વારા શર્મ સંસ્કાર બાજુમાં મુકીને સત્તાની લાલચમાં વહેલી સવારે જાગે ત્યારથી માત્ર ગાળો જ બોલવા સિવાય કશુ કામ નથી કરતા. વડાપ્રધાનશ્રી માટે એક પછી એક અપશબ્દોના પ્રહારો થયા પરંતુ આ દેશના 140 કરોડ દેશવાસીઓએ મોદી સાહેબને પ્રેમથી ઘેરેલા છે કે આ ઘેરાબંધી તોડવાની તાકાત કોંગ્રેસ હોય કે કોંગ્રેસ સાથે જોડાયેલા એક પણ રાજકીય પાર્ટીની તાકાત નથી.
જ્યારે કોંગ્રેસના એક કાર્યકર દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોઢે જ કહી દેવામાં આવ્યું કે મોદી કહી નહી જાયેગા.. કોંગ્રેસના અધ્યક્ષથી આ સહન ન થયુ અને વડાપ્રધાનશ્રીના પિતાનું અપમાન કર્યુ. દેશના સામાન્ય નાગરિક કાશ્મિરથી કન્યા કુમારી સુધી ગામડાથી લઇ શહેરોની શેરીઓ સુધી આજે બનાસકાંઠાની ગલી ગલીમાં હજારો સ્થળ પર જે સ્વચ્છતાનો કાર્યક્રમ હતો તેમાં એક જ નારો ગુંજી રહ્યો હતો… મોદી કહી નહી જાયેગા. આ દેશની જનતાનો અતુટ વિશ્વાસ મોદી સાહેબ પ્રત્યે છે. મોદીજીએ આપણા માટે સખત પરિશ્રમ થકી એક પછી એક વિકાસના કામો કર્યો છે જ્યારે ભારત દેશની ટોપ ઇકોનોમી નહી બને ત્યા સુધી મોદી કહી નહી જાયેગા … જબ તક ભારત આત્મનિર્ભર નહી બનેગા, મેન્યુફેકચરીગ હબ નહી બનેગા ભારત તબ તક મોદી કહી નહી જાયેગા, ગામડે ગામડે લખપતી દીદી બનાયે બીના મોદી કહી નહી જાયેગા, જ્યા સુધી ભારત વિકસીત નહી થાય ત્યા સુધી મોદી કહી નહી જાયેગા નો નાંદ લગાવડાવ્યો હતો.