ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત પહોંચી

By: nationgujarat
27 Sep, 2023

ICC ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને 48 કલાક પહેલા વિઝા મળ્યા હતા. 7 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ માટે ભારતીય ધરતી પર પહોંચી છે.

7 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત આવવાનો મોકો મળ્યો છે. છેલ્લી વખત પાકિસ્તાનની ટીમ 2016 વર્લ્ડ કપ માટે અહીં આવી હતી. ત્યારથી, બંને ટીમો એકબીજા સામે માત્ર તટસ્થ સ્થળો પર જ ક્રિકેટ મેચ રમી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત આવવા માટે 48 કલાક પહેલા વિઝા મળી ગયા છે. પાકિસ્તાની પહેલા લાહોર થઈને દુબઈ પહોંચ્યો અને પછી હૈદરાબાદ પહોંચી.

ICC ODI વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાની ટીમ અહીં પહોંચી છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ ટીમ 29 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ રમવા મેદાનમાં ઉતરશે.

પાકિસ્તાની ટીમની બીજી પ્રેક્ટિસ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ટૂર્નામેન્ટમાં બાબર આઝમની સેના નેધરલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે.


Related Posts

Load more