ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને જોડાવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર અમદાવાદ ખાતે તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે કુમકુમ મંદિરના સત્સંગી હરીભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે શાશ્વત પ્રેમના પ્રતિકરૂપે ૩ બુકે અર્પણ કર્યા હતા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ગુલાબના ફુલ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ સંસારની અંદર માણસો એકબીજાને પ્રેમ કરે છે એ કરતા પણ ભક્તો અને ભગવાનનો પ્રેમ ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ગણાય છે.
આપણા હિન્દુ ધર્મની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ગોપીઓએ પ્રેમ કર્યો હતો.
શ્રી હનુમાનજીને રામચંદ્ર ભગવાનને વિશે અત્યંત પ્રેમ હતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે સચ્ચિદાનંદ સ્વામી અને દાદાખાચરને અત્યંત પ્રેમ હતો.
આ પ્રેમ એવો હતો કે , તેઓ ભગવાન વિના રહી શકતા ન હતા.
પ્રેમની પરાકાષ્ઠા એ જ છે. જેને વિશે જેને પ્રેમ હોય તે તેના વિના રહી ન શકે.
ભગવાનને વિશે પ્રેમ કરવાથી જીવનો મોક્ષ થાય છે. તેથી સૌ કોઈ મનુષ્યએ પોતાના મોક્ષને માટે ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ કરીને ભગવાનને વિશે જોડાવું જોઈએ.