અંક જ્યોતિષ મુજબ દરેક મૂળાંકનું એક અલગ મહત્વ છે. વ્યક્તિની જન્મતારીખથી એનો સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવન સંલગ્ન અનેક પહેલુઓ વિશે અનુમાન કરી શકાય છે. કેટલીક તારીખે જન્મેલા લોકો ભાગ્યના ધની હોય છે. હંમેશા ભાગ્યનો સાથ મળતો હોય છે. આ લોકો પોતાની મહેનતના દમ પર જીવનમાં ખુબ સફળતા મેળવે છે. પોતાની સમજ અને રણનીતિનો ઉપયોગ કરીને આ લોકો જીવનમાં એક સારો મુકામ મેળવી શકે છે.
આ તારીખે જન્મેલા લોકો પર માતા લક્ષ્મીની હોય છે કૃપા
અંક જ્યોતિષ મુજબ મૂળાંક 7 વાળા ખુબ ભાગ્યશાળી હોય છે. આ લોકો પોતાની મહેનતના દમ પર ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 કહેવાય છે. અંત જ્યોતિષમાં મૂળાંક 7નો સંબંધ કેતુ સાથે ગણાય છે. જેના કારણે વ્યક્તિમાં આધ્યાત્મિક સોચ, વિશ્લેષણ કરવાની ક્ષમતા, ધીર ગંભીર સ્વભાવ તથા કઈક અલગ કરી દેખાડવાની પ્રવૃત્તિ જોવા મળે છે.
આર્થિક મોરચે મજબૂત ઓળખ
મૂળાંક 7 વાળા લોકો હંમેશા પૈસા કમાવવાના મામલે સમજી વિચારીને નિર્ણય લે છે. આ લોકો દરેક ચીજમાં તરત જોખમ લેવાની જગ્યાએ તેના ફાયદા અને નુકસાન સમજવાની કોશિશ કરે છે. આ આદત આગળ જઈને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે. આ લોકો માટે પૈસો ફક્ત ખર્ચ કરવાની વસ્તુ નથી પરંતુ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણય લેવાનું તેઓ પસંદ કરે છે. જો તેમને યોગ્ય દિશા અને તક મળે તો તેઓ સારી કમાણી કરવામાં સક્ષમ હોય છે.
નોકરી કરતા વેપારમાં સફળતા?
મૂળાંક 7 વાળા લોકોની ખાસિયત એ છે કે તેઓ પોતાની અલગ સોચ સાથે કામ કરવાનું પસંદ કરે છે. આથી રિસર્ચ, ટેક્નોલોજી, લેખન, શિક્ષણ, સલાહ, આધ્યાત્મિક ક્ષત્ર કે એવા કોઈ કામ જ્યાં સ્વતંત્ર રીતે વિચારવાની તક મળે તેમાં તેઓ સારું કામ કરી શકે છે. જો કે તેનો અર્થ એ નથી કે દરેક મૂળાંક 7 વાળા વ્યક્તિ વેપારમાં સફળ થાય. સફળતા મોટાભાગે વ્યક્તિની મહેનત, કૌશલ અને પરિસ્થિતિઓ તથા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા પર નિર્ભર કરે છે.
પૈસા કમાવવાની સાથે બચાવવાની પણ ક્ષમતા
મૂળાંક 7વાળા લોકો વિશે અંકજ્યોતિષમાં એવું કહેવાય છે કે તેઓ પૈસાને લઈને વ્યવહારિક વલણ અપનાવી શકે છે. આ લોકો સમજ્યા વિચાર્યા વગર ખર્ચો કરવાની જગ્યાએ જરૂરિયાત તથા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખર્ચો કરવાનું પસંદ કરે છે. જો આ લોકો નિયમિત બચત અને યોગ્ય નાણાકીય યોજના પર ધ્યાન આપે તો સમય સાથે પોતાની આર્થિક સ્થિતિને વધુ સારી બનાવી શકે છે.
અચાનક મળે છે બંપર લાભ
મૂળાંક 7વાળાને અણધારી ઘટનાઓ સાથે પણ જોડવામાં આવે છે. આથી અંક જ્યોતિષ મુજબ આ લોકોના જીવનમાં ક્યારેક એવી તકો પણ મળે છે જેની તેમણે કલ્પના પણ ન કરી હોય. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી આ તકોને આર્થિક લાભમાં ફેરવી શકાય છે. જો કે કોઈ પણ પ્રકારના રોકાણ કે આર્થિક નિર્ણય ફક્ત મૂળાંકના આધારે ન લેવા જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે,nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)