અમારા કોઇ કાર્યકર્તાઓને હેરાન ન કરતા,કાર્યકરોની નારાજગી છે માફી માગી લેવાની ભાજપ ગુજરાતના પ્રમુખે કોને ટકોર કરી જાણો

By: nationgujarat
29 Aug, 2023

આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા અને માલપુર મંડળના ભાજર કાર્યાલયનું લોકાર્પણ કાર્યક્રમ હતો જે કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટીલે ઉપસ્થિત મહેમાનોના નામ લેતા સમયે એક નેતાને ટકોર કરી દીધી જે કાર્યકરોમાં ગળગળાટ અને હાસ્યસ્પદ વાતાવરણ કરી દીધુ હતું. પાટીલે બાયડના ધારાસભ્ય  ધવલસિંહ ઝાલાને ટકોર કરી હતી. આમ તો પાટીલ નેતાઓને જાહેર મંચ પરથી રોકડુ પરખાવામાં માહેર છે આવા અનેક કિસ્સા સામે આવ્યા જ છે ત્યારે પાટીલે ધવલસિંહ ઝાલેને કહી દીધું કે પહેલા  કોંગ્રેસ પછી ભાજપ પછી અપક્ષ પાછુ ભાજપ …. ધવઝસિંહ બાયડના લોકો અને અરવલ્લીના લોકો તમારી પાસે અપેક્ષા રાખે છે કે હવે ગુંદર લગાવી લો આમ તેમ જતા નહી અને અમારા કોઇ કાર્યકર્તાને હેરાન ન કરતા તેવી ટકોર કરી છે. બધા કાર્યકર્તાઓને થોડી થોડી નારાજગી છે તેમની માફી પણ માગી લેજો

અમારા ધારાસભ્ય પાછલા બારણે થી આવે છે – પાટીલ

ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં બધા કાર્યાલય પુર્ણ થાય તેવો પ્રયાસ કરવાનો છે ત્યારે જિલ્લા પ્રમુખ રાજુભાઇએ 9 મંડળમાંથી 7 કાર્યાલયનું લોકાર્પણ કરાવી દીધુ છે. ભીલોડામા કાર્યાલયનું ધાબાનો સ્લેબ તૈયાર થઇ ગયો છે બાયડમાં જગ્યા લેવાઇ ગઇ છે. બાયડ ધીમુ ચાલે છે. કારણ કે આપણો ધારાસભ્ય પાછળી આવે છે. ધવલસિંહ કઇ કરજો…ધવલસિંહ તમે નહી કરો તો અમારા કાર્યકર્તાઓ તૈયાર છે કરી નાખશે એમ ટકોર કરી. બાયડની જનતાએ ધવલસિંહને અપક્ષમાં મત આપી ધારાસભ્ય બનાવ્યા પછી એ  જ જનતાને પુછયા વગર પાછા ભાજપમાં પણ જતા રહે તે કેમ ચાલે . ભાજપે તો ધારાસભ્યની ટિકિટ આપી જ નહી ટીકિટ માટે ધવલસિંહ મરણીયા પ્રવાસ કર્યા હતા તેમ છતા ટીકિટ આપી ન હતી અને હવે આજે કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરી આવ્યા અને પાટીલે નાક વાઢી લીધુ.

કેજરીવાલનું નામ વગર પાટીલની ટકોર

વિઘાનસભા ચૂંટણી પહેલા દિલ્હીનો એક મહાઠગ આવ્યો હતો તેણે આદિવાસી વિસ્તારમાં જઇને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો પણ વિઘાનસભાની ચૂંટણીમાં 182માંથી 126 બેઠક પર તેની ડિપોઝીટ ગઇ છે અને કોંગ્રેસની 44 બેઠકો પર ડિપોઝીટ ગઇ છે. કોંગ્રેસ અને આપની ભેગી થઇ બંનેની ડિપોઝીટ ગઇ હોય તેવી 20 બેઠકો છે. આમ 150 બેઠકો ખરાબ રીતે હાર્યા પછી હવે લોકસભા ચૂંટણી લડવા આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાતનો પરચો આવી પાર્ટીને ફરી બતાવી દેવા હાંકલ કરી.

વિઘાનસભા ચૂંટણીમાં પરિણામ પર પાટીલની ટકોર

182 બેઠકો જીતવા સંકલ્પ કર્યો હતો તમને મારી તાકાત પર ભરોસો ન હોય કેમ કે મારી તાકાત એટલી નથી પણ મને મારા કાર્યકરો પર વિશ્વાસ હતો 182માંથી 156 આવી  જેમાં કેટલી બેઠકો નજીવા મતે હાર્યા જેમાં ગીરસોમનાથ 922 મતે હાર્યા3 હજાર મતે ખંભાત હારી ગયા. 2700 મતે આંકલાવ હારી ગયા 3700 મતે ગારિયાધાર હારી ગયા માણાવદર 3 હજાર મતે હાર્યા દાતા 2 હજાર મતે હાર્યા ખેડબ્રહ્મા 1600 મતે હાર્યા ચાણસ્મા 1400 મતે હાર્યા અને 6 હજારે બાયડ હારી ગયા એમ ધવલસિંહ ને પુછતા સભા સ્થળમાં સૌ સ્મિત કરવા લાગ્યા હતા. પાટીલે જણાવ્યું કે પાંચ હજારની આસપાસ આપણે 20 સિટો હારી ગયા  આ 156 176 પર પહોચી જાત


Related Posts

Load more