BREAKING NEWS :દિલ્હી-NCRમાં મોડી રાત્રે અનુભવાયો ભૂકંપ : ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘર બહાર દોડી આવ્યા

By: Krunal Bhavsar
06 Oct, 2026

Delhi NCR Earthquake : દિલ્હી અને તેની આસપાસના સમગ્ર NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિવિધ વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધરતી માં ધ્રુજારી આવતા ભારે ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.

 

દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા: કેન્દ્રબિંદુ અને તીવ્રતાની સાયન્ટિફિક વિગતોનેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર, 6 ઓક્ટોબરના રોજ દેશના વિવિધ ભાગોમાં ભૂકંપની ગતિવિધિઓ નોંધાઈ છે. ઉત્તરાખંડ અને તેની સરહદે આવેલા વિસ્તારોમાં પણ ધરતીકંપના ઝટકા લાગ્યા હતા.

સિસ્મિક ઝોન 4 માં દિલ્હી-NCR: ભૂકંપનું વિજ્ઞાન અને પ્લેટ ટેક્ટોનિક્સ

ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી દિલ્હી-એનસીઆર અત્યંત સંવેદનશીલ ઝોનમાં સ્થિત છે. ભારત સરકારના સિસ્મિક મેપ અનુસાર દિલ્હીને ‘ઝોન 4’ માં મૂકવામાં આવ્યું છે, જે ભૂકંપના જોખમની દ્રષ્ટિએ હાઈ-રિસ્ક કેટેગરી ગણાય છે. હિમાલયન પ્લેટ સાથે નિકટતા ધરાવતા હોવાથી અહીં ભૂકંપના મોજાં ઝડપથી પહોંચે છે.

કેમ આવે છે આંચકા? ફોલ્ટ લાઇન પર દબાણની અસર

પૃથ્વીની સપાટી નીચે 7 મુખ્ય ટેક્ટોનિક પ્લેટો રહેલી છે, જે ભૂગર્ભમાં સતત ધીમી ગતિએ સરકતી રહે છે. જ્યારે આ વિશાળ પ્લેટો એકબીજા સાથે ઘસાય છે કે ટકરાય છે, ત્યારે તે વિસ્તારને ‘ફોલ્ટ લાઇન’ કહેવામાં આવે છે. પ્લેટોના સતત ઘર્ષણથી તેમની કિનારીઓ વળી જાય છે અને ઊર્જાનો પ્રચંડ દબાવ એકત્રિત થાય છે. જ્યારે આ તણાવ સહનશીલતાની હદ વટાવી દે છે, ત્યારે ખડકો તૂટે છે અને પૃથ્વીના પેટાળમાંથી મુક્ત થયેલી પ્રચંડ ઉર્જા તરંગો રૂપે બહાર આવે છે, જેને આપણે ધરતીકંપ કહીએ છીએ. સદનસીબે, આજના આંચકા બાદ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

 

 

ઉત્તરાખંડમાં ખાડૂન લાગા ગ્વાલી અને ઉત્તરકાશીમાં  4.4ની તીવ્રતાનો ભૂકંપ

પ્રાથમિક અહેવાલો અનુસાર, ઉત્તરાખંડમાં રાત્રે આશરે 10:25 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના પગલે દિલ્હી-NCR સુધી તેની અસર જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખદુન લગા ગવાલીથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.ઉત્તરાખંડના તમામ પર્વતીય જિલ્લાઓમાં કંપન અનુભવાતાં સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સતર્ક બન્યું હતું.ભૂકંપની ઊંડાઈ અંગેની સચોટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઈ શકી નથી. રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે હાલ કોઈ જાનમાલના નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.


Related Posts

Load more