મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી ટીમ – પંચમહાલને અર્પણ કરવામાં આવ્યું એડવાન્સ ટેકનોલોજી સજ્જ બાઇ

By: nationgujarat
05 Apr, 2024

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી ટીમ, આઈ.એચ. આર. ડી.સી . અને યુ. પી. ફાયર ઓફિસર એસોસિએશનની ટીમ સ્વામિનારાયણ પાલ્લી, ઘોઘંબા – પંચમહાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીના વરદ હસ્તે આપત્તિ વ્યવસ્થાના કાર્યક્રમમાં સંયુક્ત એમ. ઓ. યુ. કરવામાં આવ્યો હતો. તથા ઇમર્જન્સી રેસ્ક્યુરી રિસ્પોન્ડ અર્થે એડવાન્સ ટેકનોલોજી સજ્જ બાઇક પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં સેવાર્થે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે ડો. હિતેશ પટેલ તથા ટીમને આપવામાં આવ્યું હતું. અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ એકેડેમી ટીમના જવાંમર્દોને આશીર્વાદ સહ સેવા કરવાની જોમ – હામ પૂરી પાડી હતી. આ પાવનકારી અવસરે લખનૌ – ઉત્તરપ્રદેશના રાકેશ રાય – સેક્રેટરી જનરલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા


Related Posts

Load more