આ પાકિસ્તાન નથી કે મોડા સુધી ન રમી શકો,જ્યાં સુધી ગરબા રમવા હોય રમજો

By: nationgujarat
23 Sep, 2025

MP Dhaval Patel’s attack on Congress: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે ગરબા આયોજનના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ગરબા પ્રેમીઓને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ‘જ્યાં સુધી ગરબા રમવા હોય ત્યાં સુધી રમજો, કોઈના પેટમાં ભલે તેલ રેડાય. આ પાકિસ્તાન નથી કે મોડા સુધી ન રમી શકો’.

મોડે સુધી ગરબા રમવા માટેનું આહ્વાન
સાંસદ ધવલ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું, “આ ભારત અને ગુજરાત છે, પાકિસ્તાન નથી.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અહીં મોડી રાત સુધી ગરબા રમાશે અને તેમાં કોઈ વિઘ્ન નહીં આવે. તેમના આ નિવેદનને ગરબાના આયોજન પર રાજકીય નિવેદનબાજી તરીકે જોવામાં આવે છે. તેમણે આશ્વાસન આપ્યું કે ગરબા રમવામાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી નહીં થાય.

કોંગ્રેસ પર સીધો પ્રહાર
સાંસદ ધવલ પટેલે ગરબાના સ્ટેજ પરથી જ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે “જેના પેટમાં તેલ રેડાય તો ભલે રેડાય,” અને “આ પાકિસ્તાન નથી કે મોડા સુધી ગરબા ન રમી શકો.” આ નિવેદનોથી તેમણે નવરાત્રિના ઉત્સવને રાજકીય રંગ આપ્યો. તેમણે વલસાડ જિલ્લાના લોકોને મોડી રાત્રિ સુધી ગરબા રમવા માટે આહ્વાન કર્યું અને ખાતરી આપી કે સરકાર દ્વારા આમાં કોઈ અડચણ ઊભી કરવામાં આવશે નહીં.વલસાડમાં પ્રથમ નોરતાથી જ ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે અને લોકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈ રહ્યા છે. સાંસદના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનો માહોલ વધુ ઘેરો બન્યો હતો.


Related Posts

Load more