MP Election- શિવરાજસિંહ ચૌહાણને ભાજપ ટીકિટ આપશે કે કેમ તે પણ સસ્પેન્સ.

By: nationgujarat
29 Sep, 2023

મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના તેજ થઈ ગઈ છે. ભાજપે તેના ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી છે. જેમાં ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ટિકિટ માટે દાવેદારી કરી રહેલા કેટલાક વર્તમાન ધારાસભ્યો અને રાજકારણીઓની ટિકિટ કપાઈ હતી. આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં શિવરાજ સિંહને ટિકિટ આપવામાં આવશે કે નહીં તે કોઈને ખબર નથી. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની ત્રણ યાદીમાં સીએમ શિવરાજનું નામ સામેલ નથી.

કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયકે પૂછ્યું કે જ્યારે તેમની જ પાર્ટીને તેમના પર વિશ્વાસ નથી તો રાજ્યના લોકો તેમના પર કેવી રીતે વિશ્વાસ કરશે? મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘ભાજપની યાદી બહાર આવી રહી છે, પરંતુ તેમાં તેમના (ચૌહાણના) કટ્ટર હરીફોના નામ છે. ચૌહાણનું નામ હજુ લિસ્ટમાં આવ્યું નથી. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેનું નામ લિસ્ટમાં આવશે કે નહીં તે કોઈને ખબર નથી.તમને જણાવી દઈએ કે, ભાજપે અત્યાર સુધી 79 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર, પ્રહલાદ પટેલ અને પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓને મુખ્યમંત્રી પદના સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

શિવરાજસિંહ ચૌહાણને ટીકિટને લઇ ત્યાના રાજકીય સુત્રનું માનીએ તો પાર્ટી ટીકિટ તો આપશે  પણ બેઠક એવી હશે કે જયા ભાજપ ની પકડ નથી એટલે બેઠક જીતવાની જવાબદારી પણ શિવરાજસિંહ ચૌહાણને આપશે . ભાજપ એક સાથે બે કાંકરા પાળશે જેમાં શિવરાજસિંહ બેઠક હાર અને મુખ્યમંત્રીનો ચહેરો કોઇ નવો આવે અને  કાર્યકર્તાઓમાં નારાજગી ન થાય. ભાજપ શિવરાજસિંહને દુર કરી ભાવી ચહેરો લાવવા માગે છે જે પાર્ટીમાં આવનાર વર્ષોમાં નેતૃત્વ કરી શકે. જો કે  2018માં શિવરાજસિંહના નેતૃત્વમાં જયારે ચૂંટણી લડાઇ તેમાં 109 બેઠક મળી હતી  મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ 18 વર્ષથી મુખ્યમંત્રી રહ્યા છે,.  બીજી યાદી ભાજપે જાહેર કરી તેમાં 3 કેન્દ્રના મંત્રી અને 7 સાંસદો ચૂંટણીમાં મેદાને ઉતાર્યા.  ભાજપે 79  ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં 76 બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. હારેલી સીટ પર ભાજપે તેમના દિગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.

 


Related Posts

Load more