આજથી ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ

By: nationgujarat
26 Jul, 2023

Mehsana : મહેસાણાનાં ઊંઝા APMCમાં (Unjha APMC) વેપારીઓએ હડતાળની (strike) જાહેરાત કરી છે. ઊંઝા APMCમાં દુકાનો વેચાણથી આપવા મુદ્દે વિવાદ સર્જાયો છે. જેને લઈને આજથી માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય કરાયો. 2017-18માં સંચાલક મંડળે ઠરાવ કરી દુકાનો વેચાણ તરીકે આપી હતી. ભાડા પટ્ટાથી આપવાની 133 દુકાનો વેચાણ તરીકે અપાઈ હતી. જ્યારે નિયમ મુજબ દુકાન કે પ્લોટ ભાડા પટ્ટા પર જ આપી શકાય. આ મુદ્દે ઉનાવા APMC ડિરેક્ટર હરેશ પટેલે રજૂઆત કરી છે. તત્કાલિન સેક્રેટરી વિષ્ણુ પટેલને 27 જુલાઈએ હાજર રહેવા નોટિસ અપાઈ છે. તો 2017-18ના મેનેજમેન્ટ બોર્ડના સભ્યોને પણ હાજર રહેવા નોટિસ અપાઈ છે.


Related Posts