મહેસાણામાં વધુ એક ઓડિયો ક્લિપ કાંડ સામે આવ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ અને મૌલિક પટેલ વચ્ચે થયેલી વાતચીતની એક ક્લિપ બહાર આવતા મહેસાણાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આ ક્લિપની અંદર પિન્ટુ પટેલ રાજ્યસભા સાંસદ મયક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલ બાદ સાંસદ મયંક નાયક વિશેની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં આંતરિક જૂથવાદ હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. પિન્ટુ પટેલને ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી રજની પટેલના સમર્થક માનવામાં આવે છે.
મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન’ સોશિયલ મીડિયામાં સાંસદ મયંક નાયકની મૂકેલી પોસ્ટ બાબતે પિન્ટુ પટેલે મહેસાણા તાલુકાના મોટીદાઉ ગામના ભાજપના કાર્યકર મૌલિક પટેલને ફોન કરીને ખકડાવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં તેઓ મોટીદાઉ ગામના અન્ય એક કાર્યકરને કોન્ફરન્સમાં જોડીને કહી રહ્યા છે કે, મયંક નાયક મારા માટે ઝીરો છે. મયંક નાયકની પોસ્ટ મૂકે એ મારો દુશ્મન. હવેથી તું પણ મારો દુશ્મન. અત્યાર સુધી મારા 17 દુશ્મન હતા. તું હવે મારો અઢારમો દુશ્મન.
200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં કે મોટીદાઉ ગામમાં હેવ તું શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બનીને બતાવ. તું ઇન્ચાર્જ બને તો હું રાજકારણ છોડી દઉં. રાજકારણ છોડી દઈશ પણ મયંક નાયકને પગે નહીં લાગુ. જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો 5 લાખ રૂપિયા ખર્ચવા પડે જેવા શબ્દો મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તુષાબેન પટેલેના પતિ પિન્યુ પટેલે ઉચ્ચાર્યા હતા.
આ ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ સાંસદ મયંક નાયક ઉપરાંત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ માટે પણ અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે.