LRમાંથી રાજીનામું છતાં હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન, 8 પાસ ગૃહમંત્રીના રાજમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યાનો ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ

By: nationgujarat
04 Sep, 2024

ગુજરાતનો પોલીસ વિભાગ થોડા દિવસોથી ભારે ચર્ચામાં આવી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતા અને જે તે વખતે પોલીસ ખાતામાં ફરજ બજાવી રાજીનામું આપનારા ગોપાલ ઈટાલિયાને થોડા દિવસો અગાઉ જ પ્રમોશન આપ્યું હોવાનો લેટર સામે આવ્યો હતો. જો કે, તેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ગોપાલ ઈટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમંત્રી અને તેના ખાતામાં ચાલતી લાલિયાવાડી અંગે વાત કરી હતી.

પ્રમોશન લિસ્ટમાં નામ

સુરતમાં ગોપાલ ઈટાલીયાની પ્રેસ કોંફરન્સ કરતાં કહ્યું કે, ગઈકાલે મને હેડ કોન્સ્ટેબલમાં મારી બઢતી થઈ હતી. આ બાબતે મેં સોશિયલ મોડિયામાં પોસ્ટ કરી હતી. આખા ગુજરાતમાં અનેક પોલીસ મિત્રો મારી સાથે જોડાયેલા છે. જે પોસ્ટ વાયરલ થયા બાદ અનેક લોકોએ મને અભિનંદન પાઠવ્યા હતાં મારી પોસ્ટ બાદ અમદાવાદ પોલીસ દ્વારા જે પ્રેસનોટ બહાર પડાઈ તે પાયાવિહોણી છે.

પોલીસે પત્ર ન વાંચ્યો

પોલીસે કહ્યું કે આ સિનિયોરિટીનું લિસ્ટ છે અને આ તમામ સામે ખાતાકીય તપાસ ચાલે છે કે તે તપાસ માટે આ યાદી બનાવાઈ છે. પણ હું કહું છું કે મારું નામ નોકરી છોડ્યા પછી આવું શા માટે, હું પોલીસમાં જ છું. ઘણા લોકોએ મને વેદના વ્યક્ત કરી કે 8 પાસ ગૃહમંત્રીના રાજમાં ગ્રેજ્યુએટ લોકો કઈ રીતે કામ કરી શકે. અમદાવાદ પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલો નથી. ગોપાલને બઢતી આપવામાં આવી તે મહત્ત્વની વાત નથી પણ જેતે સમયે હું LR તરીકે કામ કરતો હતો.

ભ્રષ્ટાચાર વ્યાપ્યો

5 વર્ષના ફિક્સ પગાર તરીકે હું નોકરી કરતો હતો. તે સમયે મેં રાજીનામુ આપ્યું પણ એમાં ભષ્ટાચાર એ છે કે હું lr હતો કોન્સ્ટેબલ બન્યો નથી છતાં હું કાયમી પગારનો કોન્સ્ટેબલ બન્યો હતો. હવે મારું નામ હેડકોન્સ્ટેબલના પ્રમોશનમાં આવ્યું છે. આ બાબતે એક મોટો ભષ્ટાચાર એ છે કે આમાં ઘણા લોકો એવા છે કે. જે પોલીસમાં ફરજ બજાવતા નથી અને તેમને બઢતી મળી છે. આ યાદીમાં અનેક ક્ષતિ છે, આ ગંભીર બેદરકારી છે.


Related Posts

Load more