LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર

By: Nation Gujarat Team
29 Jan, 2026

Rule Change From 1st February: જાન્યુઆરી મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને સામાન્ય બજેટ સાથે ફેબ્રુઆરી મહિનાની શરુઆત થશે. નવો મહિનો દેશમાં ઘણા ફેરફારો લઈને આવશે. આ ફેરફારની અસર ‘દરેક ઘર, દરેક ખિસ્સા’ પર જોવા મળશે. એક તરફ જ્યાં LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જે સીધા ઘરના રસોઈના બજેટ સાથે જોડાયેલા છે, તો બીજી તરફ પાન-મસાલા અને સિગારેટના શોખીનોને મોટો ઝટકો લાગશે. તો ચાલો 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થવા જઈ રહેલા આવા જ 5 મોટા ફેરફારો વિશે જાણીએ.

પ્રથમ ફેરફાર: LPG સિલિન્ડરના ભાવ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પણ LPGના નવા ભાવ પણ જાહેર કરવામાં આવશે. બજેટના દિવસે રજૂ થનારા આ ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહ્યા છે અને ગત 1 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાના ઘટાડા સાથે 1804 રૂપિયા થઈ ગયા હતા.


Related Posts

Load more