election

Lok Sabha Elections 2024 ચૂંટણીના પરિણામ પહેલા પહેલીવાર ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, શું બોલ્યાં CEC

By: nationgujarat
03 Jun, 2024

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું.

હેલિકોપ્ટરની ચેકિંગની ઘટનાઓ વિશે શું બોલ્યાં? 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો.


Related Posts

Load more