ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. તેઓ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.જ્યા પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે. PM મોદીએ 11 સેકેન્ડ માટે મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી હતી