ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ

By: nationgujarat
01 Sep, 2023

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કૉંગ્રેસે શરૂ કરેલી જન અધિકાર બાઈક રેલી ગુરુવારે જામનગર આવી પહોંચી હતી. જામનગરમાં રેલી યોજ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ શક્તિસિંહે કૉંગ્રેસના હોદેદારોને ગર્ભિત ઈશારો કરતા કહ્યું હતું કે, જે પક્ષ માટે સારો હશે તે મારો. પક્ષને ફાયદો ન કરી શકતા હોય એમને બીજા માટે સગઠનમાં જગ્યા કરવાની રહેશે. જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતી સમયે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, અમે પ્રભારીઓની નિમણૂંક કરી છે. AICCના ઝોન સેક્રેટરી છે. કાર્યકર્તાઓને સાંભળશે.. લોકોની વાતના આધાર પર પ્રભારી અને સેક્રેટરી મારફત જે દરખાસ્ત આવશે. પ્રદેશ કૉંગ્રેસના કાર્યલાયમાં બેસી કોઈ નિર્ણય નથી લેવાનો. કાર્યકર્તાઓનો અવાજ શું છે તેના આધાર પર જ્યાં જરુરિયાત હશે ત્યાં ફેરફારો આવશે. કામ કરશે એમને ચોક્કસ સ્થાન મળશે. જે પક્ષ માટે સારો હશે તે મારો. જે પક્ષને ફાયદો ન કરી શકતા હોય એમને પક્ષમાં અન્ય માટે સંગઠનમાં જગ્યા કરવાની રહેશે.


Related Posts