ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એવું તો શું બોલ્યા? કે પોલીસ પરિવાર કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન

By: nationgujarat
24 Nov, 2025

બનાસકાંઠા: વાવ થરાદ જિલ્લાની થરાદ એસપી કચેરી ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એક ટોળું લઇને આવ્યા હતા. જીગ્નેશ મેવાણી થરાદના શિવનગર વિસ્તારના રહીશોને સાથે રાખીને દારૂની બદી વિશે રજૂઆત કરવા માટે એસપીની કચેરીએ પહોંચ્યા હતા. જીગ્નેશ મેવાણીએ ટોળા સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. અહીં તેમણે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રજૂઆત કરતી સમયે પોલીસની સામે ગંભીર વિરોધી કર્યો હતો. આ સાથે પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી હતી. પોલીસે મેવાણીના નિવેદનને વખોડ્યું છે. આ સાથે પોલીસે સમગ્ર ઘટનાને એક સુનિયોજીત કાવતરુ હોવાનું ગણાવ્યું છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદન બાદ પાટણ-પાલનપુર સહિત ઉત્તર ગુજરાતનાં અનેક શહેરોમાં પોલીસ પરિવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.

થરાદ પોલીસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસનોટ જાહેર કરી છે. આ સાથે સાથે મેવાણીના વર્તનને પોલીસ વિભાગે વખોડ્યું છે. ટોળાની વચ્ચે રહીને ઉભા રહીને અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી પોલીસની કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દઈશ અને હું પાછળ પડીશ તો છોતરાં કાઢી નાંખીશ તેવા નિવેદનો કર્યા હતા. જેને પોલીસે અયોગ્ય જણાવ્યા છે.

તો સાથે સાથે આ ઘટનાને લઈને નવો વળાંક પણ સામે આવ્યો છે. જીગ્નેશ મેવાણી જ્યારે એસપી કચેરીએ રજૂઆત કરતા હતા તે સમયે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીના કેસમાં 32 લાખનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તે સમયે થરાદના જ એક પોલીસકર્મીની સંડોવણી સામે આવી હતી. જોકે પોલીસ સ્ટેશનના કર્મચારીની સંડોવણી સામે આવતા પોલીસે તટસ્થતાથી અને કડક વલણ સાથે પોલીસ કર્મચારીને જ્યુડિશિયલ કસ્ડીમાં લીધા હતા. જેના આરોપીના સગા સંબંધીઓ આ શિવનગર ખાતે યોજાયેલી સભામાં જોવા મળ્યા હતા. આ સાથે સાથે પોલીસ સ્ટેશન આવેલા ટોળામાં પણ ધારાસભ્યની હાજરીમાં તેના પરિજનો અને પિતા સભામાં હાજર રહ્યા હતા જેને લઈને પોલીસે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે સમગ્ર ઘટના બની હોય તેવું જણાવ્યું છે

Related Posts

Load more