E20 petrol controversy India: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ પ્રીમિયમની કિંમત વસૂલીને તેમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ઈથેનોલ ભેળવવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા અને સવાલોના જવાબ આપવા માંગ કરી છે.
કર્ણાટકની તપાસ અને ઈથેનોલની વધુ માત્રાનો દાવો
કર્ણાટક સરકાર દ્વારા સાત જિલ્લાઓમાંથી પેટ્રોલના નમૂના લઈને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં તપાસ કરાવવામાં આવી હતી. રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ, ‘આ તપાસમાં 14માંથી 11 નમૂનાઓમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ હોવાનું બહાર આવ્યું છે. સરકારી અને ખાનગી કંપનીઓ જેવા કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના નમૂનામાં 31.2 ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ના નમૂનામાં 30.5 ટકા સુધી ઈથેનોલ મળી આવ્યું છે.
ગ્રાહકોને આર્થિક નુકસાન અને વાહનોને ખતરો
સરકાર સામે સવાલો અને ચર્ચા
આ મામલે પીએમ મોદીની સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું છે કે, ‘દેશના વાહનોની ટાંકીઓમાં આખરે શું ભરાઈ રહ્યું છે અને મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવતી કંપનીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે?’ તેમણે સરકારની આ નીતિઓથી કોને ફાયદો થઈ રહ્યો છે તે અંગે સવાલો ઉઠાવીને ચર્ચા માટે પણ પડકાર ફેંક્યો છે.