ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. અમેરિકી રક્ષા મંત્રાલયે કહ્યું છે કે લાલ સમુદ્રમાં તહેનાત અમેરિકન યુએસએસ કાર્ની વોરશિપે 3 મિસાઈલોને ધ્વસ્ત કરી છે. પેન્ટાગોને અહેવાલ આપ્યો છે કે યમનના હુતી બળવાખોરોએ 3 મિસાઇલો અને અનેક ડ્રોન છોડ્યા છે. હુતી બળવાખોરો ઇઝરાયલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરીને તેઓ યમનથી ઉત્તર તરફ આગળ વધી રહ્યા હતા.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ગુરુવારે રાત્રે વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું- હમાસ અને પુતિન વચ્ચે સામાન્ય વાત એ છે કે બંને પોતાના પડોશમાં મોજૂદ લોકતંત્રને ખતમ કરવા માગે છે.
બાઇડને કહ્યું- અમેરિકન નાગરિકોને બહાર કાઢવા અમારી પ્રાથમિકતા
તેમણે કહ્યું કે જો અમેરિકાએ પીછેહઠ કરી અને હુમલાવરો સફળ થઈ ગયા, તો બીજા લોકો પણ ભવિષ્યમાં આવી કોશિશ કરી શકે છે, જેથી દુનિયાના અનેક ભાગમાં સંઘર્ષનું જોખમ વધી જશે. બાઇડને કહ્યું- હમાસ દુનિયામાં દુષ્ટતા ફેલાવવા માગે છે. આ સમયે મારા માટે સૌથી મહત્ત્વનું કામ બંધક બનાવવામાં આવેલા અમેરિકન નાગરિકોને મુક્ત કરવાનું છે.
બાઇડને કહ્યું કે અમેરિકી નેતૃત્વ જ છે જે વિશ્વને એકજૂટ રાખે છે. અમેરિકી ગઠબંધન જ અમેરિકાને સુરક્ષિત રાખે છે. અમેરિકી મૂલ્યો જ છે આપણને ભાગીદાર બનાવે છે જે અન્ય દેશો સાથે કામ કરવા માગે છે. અમેરિકા વિશ્વ માટે પ્રકાશ સમાન છે. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે તેઓ શુક્રવારે અમેરિકી સાંસદોને યુક્રેન અને ઇઝરાયલને મદદ કરવા માટે જંગી ભંડોળ મંજૂર કરવા અપીલ કરશે.
રક્ષા મંત્રીએ કહ્યું- ટૂંક સમયમાં સેનાને ગાઝામાં ઘૂસવાનો આદેશ આપશે
ઇઝરાયલના રક્ષામંત્રી યોવ ગાલાંટે સૈનિકોને કહ્યું- અમે તમને જલદી જ હમાસના કબજા હેઠળના પેલેસ્ટાઇનમાં પ્રવેશ કરવાનો આદેશ આપીશું. અત્યારે તમે ગાઝાને દૂરથી જ જોઈ રહ્યા છો, પરંતુ ટૂંક સમયમાં તમે તેને અંદરથી જોઈ શકશો.
બીજી તરફ PM નેતન્યાહૂએ ગાઝા બોર્ડર પાસે તહેનાત ગોલાની સૈનિકોને મળ્યા અને કહ્યું- ઇઝરાયલ યુદ્ધ જીતવાના માર્ગે છે. બધા જ લોકો ઇઝરાયલ સેનાની સાથે છે અને આપણે આપણા દુશ્મનો પર હુમલો કરવાનું ચાલુ રાખીશું જેથી કરીને વિજય હાંસલ કરી શકીએ.
હવે આ યુદ્ધના મહત્ત્વપૂર્ણ અપડેટ્સ