ઈશાન કિશને માર્યો લોચો! નોટ આઉટ હતો છતાં પેવેલિયન તરફ ચાલતો થયો પછી અમ્પાયરે શું કર્યું

By: nationgujarat
24 Apr, 2025

IPL 2025: કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઈશાન કિશન આટલી ગંભીર ભૂલ કરશે. આઈપીએલ મેચમાં ઈશાને એવી ભૂલ કરી જે પહેલા ભાગ્યે જ કોઈએ કરી હશે. જો અમ્પાયર બેટરને આઉટ આપે અને ખેલાડીને લાગે કે તે આઉટ નથી, તો ખેલાડી DRS લે છે. આનાથી બધું સ્પષ્ટ થઈ જાય છે. પરંતુ એવું ક્યારેય જોવા મળતું નથી કે બેટર અમ્પાયર આઉટ આપે તે પહેલાં જ પેવેલિયનમાં જાય અને તે પણ જ્યારે તે નોટઆઉટ હોય. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં ઈશાન કિશન આટલી ગંભીર ભૂલ કેવી રીતે કરી તે કોઈને સમજાયું નહીં.

જાણો શું છે સમગ્ર ઘટના

આઈપીએલમાં બુધવારે (23મી એપ્રિલ) હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચ ઈશાન કિશન માટે યાદ રહેશે. જ્યારે હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા ઉતર્યું ત્યારે તેની પહેલી વિકેટ ટ્રેવિસ હેડના રૂપમાં ખૂબ જ જલ્દી પડી ગઈ. બીજી ઓવરમાં ટીમનો સ્કોર ફક્ત બે રન હતો, ત્યારબાદ ટ્રેવિસ હેડ જીરોના સ્કોર પર આઉટ થયો. ટ્રેન્ટ બોલ્ટના બોલ પર નમન ધીરના હાથે તેનો કેચ થયો. આ પછી, ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો. તેણે હજુ ચાર બોલ રમ્યા જ હતા કે એક મોટી ઘટના બની.દીપક ચહરે ઈનિંગનો ત્રીજી ઓવર ફેંકી હતી. આ ઓવરનો પહેલો બોલ લેગ સ્ટમ્પ પર પડ્યો. ઈશાન કિશન રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. પરંતુ ઈશાન કિશન પેવેલિયન તરફ જવાનું શરૂ કર્યું. અમ્પાયરે હજુ સુધી આઉટનો સંકેત પણ આપ્યો ન હતો. જ્યારે અમ્પાયરે જોયું કે ઇશાન પોતાની રીતે જઈ રહ્યો છે, ત્યારે તેણે આંગળી ઉંચી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ અપીલ થઈ નહીં. આ દરમિયાન, દીપક ચહરે પણ જોયું કે ઇશાન પોતાની રીતે જઈ રહ્યો છે, પછી અમ્પાયરે પણ આઉટનો સંકેત આપ્યો. આ દરમિયાન, ઇશાન એક વાર પાછો ફર્યો, પરંતુ અમ્પાયરને જોઈને પેવેલિયન ગયો. ખરેખર, દીપક ચહર અને કીપર રાયન રિકેલ્ટને આ આઉટ માટે અપીલ કરી ન હતી. તેઓએ ત્યારે જ અપીલ કરી જ્યારે બંનેએ ઇશાનને જોયો.આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો હશે. કારણ કે જો બોલ બેટ સાથે અથડાશે, તો બેટરને સૌથી પહેલા તેના વિશે ખબર પડશે. જ્યારે રિપ્લે જોવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નથી. બોલ પણ ઈશાનની કમર પર વાગ્યો ન હતો. આ પછી પણ કોઈને ખબર નથી કે ઈશાન કિશન ક્રીઝ કેમ છોડી ગયો. અમ્પાયરે તેને આઉટ આપ્યા પછી પણ, ઈશાન કિશન DRS લઈ શક્યો હોત, પરંતુ તેણે તે જરૂરી ન માન્યું. આ દરમિયાન, હાર્દિક પંડ્યા અને બાકીના ખેલાડીઓએ પણ ઈશાન સાથે ખૂબ મજા કરી. પરંતુ ઈશાને આવું કેમ કર્યું તે સમજની બહાર છે. કદાચ તેના સિવાય બીજું કોઈ આનો જવાબ આપી શકે નહીં.


Related Posts

Load more