IPL 2025: રસાકસીભરી મેચમાં પંજાબે ગુજરાતને 11 રનથી હરાવ્યું, અર્શદિપે લીધી 3 વિકેટ.

By: Krunal Bhavsar
25 Mar, 2025

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની પાંચમી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયો છે. જેમાં પંજાબે ગુજરાતને 11 રનથી હરાવ્યું છે. અમદાવાદમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પંજાબની ટીમને બેટિંગ આપી હતી. જેમાં પંજાબે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને માત્ર 232 રન બનાવી શકી.

પંજાબ કિંગ્સની ઇનિંગ

  • શ્રેયસ અય્યર* (કેપ્ટન) – 97 રન (42 બોલ)
  • પ્રિયાંશ આર્ય – 47 રન (23 બોલ)
  • શશાંક સિંહ* – 44 રન (16 બોલ)
  • માર્કસ સ્ટોઇનિસ – 20 રન (15 બોલ)
  • અઝમતુલ્લાહ ઓમરઝાઈ – 16 રન (15 બોલ)
  • પ્રભસિમરન સિંહ (વિકેટકીપર) – 5 રન (8 બોલ)
  • ગ્લેન મેક્સવેલ – શૂન્ય રન (1 બોલ )
ગુજરાતની ઈનિંગ
  • શુભમન ગિલ (કેપ્ટન) – 33 રન (14 બોલ)
  • જોસ બટલર (વિકેટકીપર) – 54 રન (33 બોલ)
  • સાઈ સુદર્શન – 74 રન (41 બોલ)
  • શાહરૂખ ખાન* – 6 રન (1 બોલ)
  • રાહુલ તેવતિયા – 6 રન (2 બોલ)
  • શેરફાન રૂધરફોર્ડ – 46 રન (28 બોલ)
  • અરશદ ખાન* – 1 રન (1 બોલ)

બન્ને ટીમની પ્લેઇંગ-11

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર સાઈ કિશોર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: શેરફાન રૂધરફોર્ડ, ગ્લેન ફિલિપ્સ, ઈશાંત શર્મા, અનુજ રાવત અને વોશિંગ્ટન સુંદર.

પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાખ, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ.


Related Posts

Load more