IPL 2024: આ વખતે ત્રણ ટીમ પાસે છે નવા કેપ્ટેન જાણો કઇ છે આ ટીમ

By: nationgujarat
07 Dec, 2023

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આ સિઝનમાં માત્ર ઘણી ટીમોના ખેલાડીઓના સ્તરે જ બદલાવ થશે એટલું જ નહીં, ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે, જે હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ સંભાળશે. શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. જ્યારે રિષભ પંત ફરીથી દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન સંભાળી શકે છે.

જો કે, KKR એ તેની ટીમમાં સૌથી મોટા ફેરફાર તરીકે ગૌતમ ગંભીરને મેન્ટર તરીકે પાછા બોલાવ્યા છે. ગંભીરના નેતૃત્વમાં કેકેઆર 2012 અને 2014માં બે વખત ચેમ્પિયન બની હતી. આ વખતે શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં કેપ્ટન તરીકે વાપસી કરી શકે છે. શ્રેયસ અય્યર ગત સિઝનમાં ફિટ નહોતો.

તો, આઈપીએલ 2023માં દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. દિલ્હીએ 14માંથી 5 મેચ જીતી હતી. તે પોઈન્ટ ટેબલમાં 10માંથી 9મા ક્રમે હતી. 2023માં ઋષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે દિલ્હીની કપ્તાની સંભાળી હતી. ઋષભ પંત રોડ અકસ્માતને કારણે IPL રમી શક્યો ન હતો.

ગત સિઝનમાં KKRની કપ્તાની સંભાળનાર નીતીશ રાણાએ 14 મેચમાં 31.77ની એવરેજ અને 140.96ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા, જ્યારે 3 વિકેટ પણ લીધી હતી. જ્યારે, શ્રેયસ અય્યરને 2022ની IPL સિઝનમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રેયસે IPL 2022ની 14 મેચોમાં 30.85ની એવરેજ અને 134.56ની સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા હતા.

ઋષભ પંતે વર્ષ 2021માં પહેલીવાર દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળ્યું હતું. વાસ્તવમાં, શ્રેયસ અય્યર, જે તે સિઝનમાં દિલ્હીનો સુકાની હતો, તે ઈજાને કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ 2022માં પણ પંતને દિલ્હીએ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. પંત 2023 IPL પહેલા જ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ડેવિડ વોર્નરે કેપ્ટનશીપ સંભાળી હતી. વોર્નરે ગત સિઝનમાં 14 મેચમાં 36.86ની એવરેજ અને 131.63ની સ્ટ્રાઈક રેટથી 516 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપ જીતી હતી. ગિલે 17 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. 24 વર્ષીય શુભમન ગીલે વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલની શરૂઆત કરી હતી.

ગિલે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 91 મેચ રમી છે, જેમાં તેણે 37.70ની એવરેજથી 2790 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 18 અડધી સદી ફટકારી હતી. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 129 રન છે. ગિલે તેની IPL કરિયરમાં 273 ફોર અને 80 સિક્સર ફટકારી છે. IPL 2023ની હરાજી પહેલા ગિલને ગુજરાત ટાઇટન્સે 8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા હતા.


Related Posts

Load more