કીવ : મંત્રણા માટે મોસ્કો આવવા ઝેલેન્સ્કીને પ્રમુખ પુતિને પાઠવેલા આમંત્રણનો તેમણે અસ્વીકાર કર્યો હતો. આ માટે કારણ આપતાં તેમણે એવીસી ન્યૂઝના માર્યા રાદાન્ઝેને શુક્રવારે રાત્રે આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, તે એ દેશના પાટનગર મુલાકાતે જઈ શકે જ નહીં કે જે દેશે અમારા હજારો નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા છે.
ચીનમાં યોજાયેલી એસ.સી.ઓ.ની શિખર પરિષદમાં બે દિવસ ઉપસ્થિત રહ્યા પછી વધુ બે દિવસ રોકાઈ મોસ્કો પરત આવ્યા પછી પ્રમુખ પુતિને ‘શાંતિ-મંત્રણા’ માટે મોસ્કો આવવા ઝેલેન્સ્કીને આમંત્રણ પાઠવ્યું હતું. તે સંદર્ભે આ મુલાકાતમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘નિર્દોષ નાગરિકોની હત્યા કરનારનું આમંત્રણ પાછું ઠેલ્યું હતું.’ સાથે તેમ કહ્યું હતું કે તેમને કીવ આવવું હોય તો આવી શકે છે. જોકે તેઓએ શાંતિ માટે મુકેલી શરતો પણ અસ્વીકાર્ય બને તેવી છે. (રશિયા અત્યારે તેના કબ્જામાં યુક્રેનનો ૨૦ ટકા ભાગ દબાવી બેઠું છે. ક્રીમીયન-દ્વિપકલ્પ પણ તે છોડવા માગતું નથી માટે શાંતિ મંત્રણા અસ્વીકારાઈ ગઈ છે)
વિશ્વ કોઈપણ ભોગે યુક્રેન યુદ્ધ થાય તે જોવા ઈચ્છે છે, તેથી પુતિન-ઝેલેન્સ્કી મંત્રણા માટે સ્વિત્ઝરલેંડ, ઓસ્ટ્રિયા, હોબી.સી., ટર્કી અને ત્રણે અખાતી દેશોએ મંત્રણા માટે પોતાના દેશોમાં સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવા તૈયારી દર્શાવી.
બીજી તરફ પુતિને તો સ્પષ્ટત: જણાવ્યું હતું કે, ‘અમે યુક્રેનનાં સ્વાતંત્ર્ય કે સાર્વભૌમત્વનો કદી વિરોધ કર્યો જ નથી. અમારો વિરોધ યુક્રેન નાટોનું સભ્ય બને તે સામે છે.’ સાથે કહ્યું હતું કે મેં તેમની સાથે મંત્રણા યોજવાની કદી ‘ના’ કહી જ નથી. તેઓને તે માટે મોસ્કો આવવા આમંત્રણ પણ આપ્યું હતું. ડોનાલ્ડે (ટ્રમ્પ) મને પૂછ્યું હતું કે તમારા બંને વચ્ચે મંત્રણા થાય તે માટે તમે તૈયાર છો ? ત્યારે પણ મેં તે માટે તૈયારી દર્શાવી જ હતી.
પુતિનના આ વિધાનો સામે, યુક્રેનના પ્રમુખે કહ્યું હતું કે, તે આમંત્રણ આપી સમય બગાડવા માગે છે. એક તરફ શાંતિ-મંત્રણાની વાત કરે છે. બીજી તરફ મિસાઇલ્સ છોડે છે. આમ તેઓ રમત રમી રહ્યા છે. માત્ર અમારી સાથે જ નહીં અમેરિકા સાથે પણ રમત રમી રહ્યા છે.