IND vs PAK: રોહિત શર્માએ જીતનો શ્રેય બોલરોને આપ્યો

By: nationgujarat
15 Oct, 2023

Rohit Sharma On Reaction:

પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની જીતનો શ્રેય બોલરોને આપ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમારા બોલરોએ શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કર્યું. મેં નહોતું વિચાર્યું કે તે 190ની પિચ છે, એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાની ટીમ 280 રન સુધી પહોંચી જશે. અમારી ટીમ ના ખિલાડીઓએ સારુ પ્રદર્શન કર્યુ છે . ખાસ કરીને અમારા બોલરોએ જીત માટે નો રસ્તો સરળ કરી આપ્યો. ટીમના બોલોરેએ પાકિસ્તાન પાસેથી મેચ છીનવી લીધી.

જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટને શું કહ્યું?

રોહિત શર્માએ કહ્યું કે અમારી પ્લેઈંગ ઈલેવનમાં 6 ખેલાડીઓ છે જે બેટ્સમેન સિવાય બોલિંગમાં યોગદાન આપી શકે છે. એક કેપ્ટન તરીકે મારા પર પણ મોટી જવાબદારી છે. પરિસ્થિતિ અનુસાર ખેલાડીઓને ભૂમિકા આપવાની જવાબદારી મારી છે. તેણે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા અમારા બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા. અમારી ટીમના તમામ ખેલાડીઓ તેમની ભૂમિકા જાણે છે. અમે બેવડી માનસિકતામાં ફસાયેલા રહેવા માંગતા નથી. આપણે જાણીએ છીએ કે કયા ખેલાડીએ કયા નંબર પર બેટિંગ કરવાની છે.

વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ વિપક્ષી ટીમો પડકાર આપશે – રોહિત શર્મા

ભારતીય કેપ્ટને કહ્યું કે અમારી ટીમના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ અમે વિજય પછી વધુ ઉત્સાહિત થવા માંગતા નથી, ન તો અમે અમારા આત્મવિશ્વાસ  નીચે જવા દેવા માંગીએ છીએ… અમારે વચ્ચે સંતુલન જાળવવું પડશે. અમે જાણીએ છીએ કે વર્લ્ડ કપમાં રમી રહેલી તમામ વિપક્ષી ટીમો પડકાર રજૂ કરશે. પરંતુ એક ટીમ તરીકે તમારે તે દિવસે વધુ સારું રમવું પડશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સતત 3 જીત બાદ ટોપ પર પહોંચી છે. ભારતીય ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ છે. આ સાથે જ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.


Related Posts