CWC2023 – ભારતની ઇંગલેન્ડ સામે જીત, ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું.

By: nationgujarat
29 Oct, 2023

વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઇંગ્લેન્ડના બેટર ભારતીય પેસ બોલર સામે ઘુંટણીયે. ભારતે પેલા પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની 4 વિકેટ પાડી દીધી હતી સૌથી પહેલી વિકેટ બુમરાહે લીઘી બુમરાહે બે બોલમાં 2 વિકેટ  લઇ ઇંગ્લીશ બેટરોને ઝટકો આપ્યો હતો ત્યાર બાદ શમીએ પણ 2 વિકેટ લઇ ઇંગલેન્ડને બેકફુટ પર મોકલી દીધું. ત્યાર પછી સ્પીનર પર દારોમદાર હતો અને તે પણ ભારતીય સ્પીનરોએ ઇંગ્લેન્ડના બેટરોને સેટ થવા જ ન દીધા. જાડેજા અને કુલદીપ યાદવે વિકેટ લઇ ભારતની જીત પાકી કરી દીધી. ભારતીય બોલરની ઘાતક બોલીંગ સામે ઇંગ્લેન્ડનો એક માત્ર લિવિંગસ્ટન 27 રન કરી 20 થી વધુ રન કર્યુ બાકી એક પણ બેટર 20 થી વધુ રન કરી શક્યો નથી અને ભારતે 100 રનથી મેચ જીતી લીધી આ સાથે ભારતે 6 મેચ માથી બધી મેચ જીતી સેમિફાઇનલનો દરવાજો લગભગ કલીયર કરી લીધો છે ભારત આ મેચ જીતી પોઇન્ટ ટેબલ પર સૌથી પહેલા સ્થાને 12 અંકે સાથે પહોંચી ગયુ છે.

Fall of wickets: 1-30 (Dawid Malan, 4.5 ov), 2-30 (Joe Root, 4.6 ov), 3-33 (Ben Stokes, 7.6 ov), 4-39 (Jonny Bairstow, 9.1 ov), 5-52 (Jos Buttler, 15.1 ov), 6-81 (Moeen Ali, 23.1 ov), 7-98 (Chris Woakes, 28.1 ov), 8-98 (Liam Livingstone, 29.2 ov), 9-122 (Adil Rashid, 33.6 ov) • DR

જો રૂટ શૂન્ય પર આઉટ થયો હતો. તેને જસપ્રીત બુમરાહે LBW આઉટ કર્યો હતો. બુમરાહની આ બીજી વિકેટ છે. ડેવિડ મલાન 16 રન બનાવીને આઉટ થયો હતો. તેને જસપ્રીત બુમરાહે બોલ્ડ કર્યો હતો. મોહમ્મદ શમીએ બેન સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો. શમીએ જોની બેયરસ્ટોને પણ બોલ્ડ કર્યો હતો. કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયાના પાંચમી સફળતા અપાવી હતી. તેણે જોસ બટલરને બોલ્ડ કર્યો હતો.

મોહમ્મદ શમીએ ત્રીજી સફળતા મેળવતા મોઈન અલીને આઉટ કર્યા હતા.

સારી શરૂઆત બાદ ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં રૂટ-સ્ટોક્સની વિકેટ ગુમાવી, ટીમે 4 વિકેટ ગુમાવી દીધી
230 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે 4 ઓવરમાં 26 રન, મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં 18 રન બનાવ્યા હતા. પરંતુ પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે સતત બે બોલ પર ડેવિડ મલાન અને જો રૂટની વિકેટ લઈને ભારતને બ્રેક-થ્રુ અપાવ્યું હતું.

બુમરાહ બાદ બીજી જ ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓવરમાં 3 રન આપ્યા, પછીની ઓવર મેડન હતી. સ્પેલ ચાલુ રાખી રહેલા શમીએ આઠમી ઓવરના છેલ્લા બોલ પર બેન સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો. નવમી ઓવરમાં બુમરાહે ફરીથી મેડન ફેંકી અને 10મી ઓવરના પહેલા બોલ પર શમીએ જોની બેયરસ્ટોને બોલ્ડ કર્યો.

4 ઓવરમાં 26/0થી ઇંગ્લેન્ડનો સ્કોર 10 ઓવરમાં 40 રનમાં 4 વિકેટે 4 વિકેટે થઈ ગયો હતો. શમી અને બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. બેયરસ્ટોએ 14 અને માલને 16 રન બનાવ્યા હતા, જ્યારે રૂટ અને સ્ટોક્સ ખાતું પણ ખોલી શક્યા ન હતા.

રોહિત શર્માએ 18 હજાર રન પૂરા કર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કરી લીધા છે. રોહિતે પોતાની 457મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ ક્લબમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીના નામ છે.

આવી રીતે પડી ઇંગ્લેન્ડની વિકેટ…

પહેલી: પાંચમી ઓવરના પાંચમા બોલે બુમરાહ રાઉન્ડ ધ વિકેટ બોલ નાખ્યો, જેમાં મલાન કટ શોટ રમવા ગયો, પણ એડ્જ વાગતા બોલ્ડ થયો હતો.

બીજી: પાંચમી ઓવરે બુમરાહે રૂટને ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને શોટ રમવામાં રૂટથી મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.

ત્રીજી: સાતમી ઓવરે શમીએ રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કરી. તેણે ગુડ લેન્થ પર બોલ નાખ્યો અને જે સીધો અંદર આવ્યો અને બેન સ્ટોક્સ રમી ન શકતા બોલ્ડ થયો હતો. શમીની આ ઓવર વિકેટ-મેડન ગઈ હતી.

ચોથી: 10મી ઓવરના પહેલા બોલે શમીએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને જોની બેયરસ્ટો ડિફેન્ડ કરવા ગયો, પણ એડ્જ વાગતા બોલ્ડ થયો હતો.

પાંચમી: 16મી ઓવરના પહેલા બોલે કુલદીપે ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને જોસ બટલર બેકફૂટ પર જઈને રમા ગયો, પણ બોલ ટર્ન થતા બોલ્ડ થયો હતો.

છઠ્ઠી: 24મી ઓવરના પહેલા બોલે શમીએ ફૂલર લેન્થ પર બોલ નાખ્યો, જેને મોઈન અલી ડ્રાઇવ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

ભારતીય ટીમે 98 રન બનાવીને ઈંગ્લેન્ડને 7મો મોટો ઝટકો આપ્યો હતો. આ સફળતા સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ મેળવી હતી. તેણે ક્રિસ વોક્સને 10 રન પર સ્ટમ્પ કરાવ્યો હતો.

ભારતીય ટીમે 98 રન બનાવીને ઈંગ્લેન્ડને 8મો મોટો ઝટકો આપ્યો હતો. આ સફળતા સ્પિનર ​​કુલદીપ યાદવે મેળવી હતી. તેણે 27 રનમાં લિયામ લિવિંગસ્ટોનને LBW આઉટ કર્યો હતો. આ ટીમને મોટી સફળતા મળી.

ભારતીય ટીમે 122 રન બનાવીને ઈંગ્લેન્ડને 9મો મોટો ઝટકો આપ્યો હતો. મોહમ્મદ શમીને આ સફળતા મળી. તેણે આદિલ રાશિદને 13 રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારત હવે જીતથી એક વિકેટ દૂર છે.

 


Related Posts

Load more