ભારત vs ઈંગ્લેન્ડ લાઈવ સ્કોર 2જી ODI મેચ: ભારત vs ઈંગ્લેન્ડ 2જી ODI ઈન્ટરનેશનલ મેચ આજે બારાબતી સ્ટેડિયમ, કટક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 304 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને શ્રેણી અને મેચ જીતવા માટે 305 રનનો વિશાળ લક્ષ્યાંક છે. ભારતની બેટિંગ ચાલુ છે. ટીમને સારી શરૂઆત મળી હતી, પરંતુ 6 ઓવર પછી ફ્લડલાઇટે રમત બગાડી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમને સારી શરૂઆત મળી હતી. બેન ડકેટ અને જો રૂટે અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
ભારતની પહેલી વિકેટ શુભમન ગિલના રૂપમાં પડી છે. તે 17મી ઓવરના ચોથા બોલ પર જેમી ઓવરટોન દ્વારા બોલ્ડ થયો હતો. ગિલે 52 બોલમાં 60 રનની ઇનિંગ રમી જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે રોહિત સાથે 136 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ કોહલી ક્રીઝ પર આવતા સૌ કોઇ કોહલી કોહલીની ગ્રાઉન્ડ પર બૂમો પાડતુ હતું પરંતુ કોહલીએ ફેન્સને ફરી નિરાશ કર્યા કોહલી ફકત પાંચ રન કરી આઉટ થયો.