ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની પ્રમથ ટેસ્ટ મેચ ભારતે 165 રનથી આજે દિવસના અંતિમ દિવસે જીતી લીધી. આ મેચમાં ભારતે શ્રીલંકાને જીતવા માટે 372 રનનો ટાર્ગેટ આપ્યો હતો જો કે રન ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી નોહતી રહી અને આજે છેલ્લા દિવસે શ્રીલંકાની ટીમ લંચ પછી 206 રનમાં સમેટાઇ ગઇ હતી. શ્રીલંકાની બીજી બેટીંગમાં ટીમના સ્પિનર માનવ સુથારે કમર તોડી નાખી હતી અને 55 રનમાં તેણે બીજી ઇનીગમાં 6 વખત લીધી હતી. જો કે પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી. 24 વર્ષના સ્પિનર માનવ સુથારે 131 રન આપીને કુલ 10 વિકેટ લીધી એનો અર્થ એ છે કે એક વખતની આખી શ્રીલંકાની ટીમને આઉટ કરી કહેવાય. આ સાથે જે આજે માનવ સુથારે વિદેશમાં નાની વયમાં 10 વિકેટ લેનાર ભારતીય ખિલાડી બની ગયો છે.
માનવ સુથારે 10 વિકેટ લઇ ત્રીજો નંબરનો ભારતિય ખિલાડી બની ગયો. માનવ સુથાર પહેલા આ કારનામું હરભજનસિંહ અને અશ્વિનને કરી ચુક્યા છે. હરભજનસિંહે 2008માં શ્રીલંકામાં 153 રન આપી 10 વિકેટ લીધી હતી. અશ્વિને 2017માં આજ મેદાનમાં 160 રનમાં 10 વિકેટ લીધી હતી. સુથાર આ કારનામું કરનાર ભારતના 9માં નંબરના સ્પિનર છે. અશ્વિનના નામે સૌથી વધુ 10 વિકેટ હોલ નો રેકોર્ડ છે. અશ્વિને 8 વખતે આ કારનામું કરી ચુક્યા છે. અશ્વિન પછી હરભજને 5 અને જાડેજાએ 3 વખત કરી શકયા છે.
માનવ સુથારે તેના કેરિયરની બીજી જ મેચમાં 10 વિકેટ પ્રાપ્ત કરી છે. જો કે નવાઇની વાત એ છે કે ટીમમાંથી બુમરાહ જેવા ખિલાડીઓ પણ 10 વિકેટ નથી લઇ શક્યા. જો કે બુમરાહ ઇજાગ્રસ્ત થયો હોવાથી ટીમની બહાર છે અને મોહમ્મદ શમી ઇજાથી હજી સુધી ફિટ નથી તેના કારણે ટીમનો હિસ્સો નથી.
ટેસ્ટમાં સૌથી ઓછી મેચમાં 10 વિકેટ હોલ લેનાર ભારતીય ખિલાડી
નરેન્દ્ર હિરવાની, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, અક્ષર પટેલ, માનવ સુથાર ,શ્રનિવાસ વેકટરાઘવન