IND vs BAN: ભારતે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી

By: nationgujarat
25 Dec, 2022

ભારત અને બાંગ્લાદેશ સિરીઝની અંતિમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઢાકા ટેસ્ટ ને ભારતે 3 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ભારતે 2-0 થી ટેસ્ટ સિરીઝ પણ જીતી લીધી હતી. આ પહેલા ભારતે બાંગ્લાદેશને ચટગાંવ ટેસ્ટમાં 188 રનથી હાર આપી હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પંસદ કરી હતી. જોકે પ્રથમ ઈનીંગમાં બાંગ્લાદેશે 227 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં 231 રન નોંધાવ્યા હતા. ભારતે 87 રનની સરસાઈ સાથે બાંગ્લાદેશ સામે 145 રનનુ લક્ષ્ય મેળવ્યુ હતુ. જેનો પિછો કરતા ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ભારતની શરુઆત ખરાબ રહી હતી, જેને લઈ મેચ રોમાંચક સ્થિતીમાં આવી ચુકી હતી.

જોકે રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે શાનદાર રમત દર્શાવી હતી, જે ટોપ ઓર્ડરના મહત્વના ખેલાડીઓ નહોતા દર્શાવી શક્યા જેને લઈ ભારતે રોમાંચક મેચને 3 વિકેટ બાકી રહેતા જીતી લીધી હતી. છેલ્લા 7 વર્ષથી ચાલ્યા આવતા રેકોર્ડ મુજબ ચોથી ઈનીંગમાં ભારતીય ટીમ આ પહેલા માત્ર એક જ વાર 140 કે તેથી વધારેના લક્ષ્યને પાર કરવામાં સફળ રહી હતી.

અશ્વિન ઢાકા ટેસ્ટનો હિરો

અશ્વિન અને અય્યર વચ્ચે 71 રનની ભાગીદારે 105  બોલનો સામનો કરીને નોંધાઈ હતી.  ભારતીય ટીમનો ટોપ ઓર્ડર શુભમન ગિલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. ટોપ ઓર્ડરના ફ્લોપ શોને લઈ ભારતીય ટીમ ફરી એકવાર આસાન સ્કોર સામે મુશ્કેલીમાં મુકાઈ હતી. અશ્વિને 62 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. જે ભારતીય ટીમ તરફથી બીજી ઈનીંગમાં સૌથી વધુ હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. અશ્વિને બોલથી પણ કમાલ કરતા 6 વિકેટ ઢાકા ટેસ્ટમાં ઝડપી હતી.

74 રનના સ્કોર પર ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા દિવસની રમતની શરુઆત કરી હતી, ત્યારે ભારતનો સ્કોર 45 રન 4 વિકેટના નુક્શાન પર હતો. અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ બંને રમતમાં હતા. જોકે એક બાદ એક બંને પણ પેવિલયન પરત ફર્યા હતા. અક્ષરે મહત્વના 34 રન ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા. આ માટે 69 બોલનો સામનો તેણે કર્યો હતો. ઉનડકટે 13 રન નોંધાવ્યા હતા, તેણે એક છગ્ગો પણ જમાવ્યો હતો.


Related Posts

Load more