IND vs AUS : મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 184 રને વિજય, જયસ્વાલ સિવાય તમામ બેટર ફ્લોપ

By: nationgujarat
30 Dec, 2024

IND vs AUS 4th Test Updates Day 5 : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આજે (30 ડિસેમ્બર) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં જેની સામે ટીમ ઈન્ડિયા 155 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. હવે સીરિઝની એક જ ટેસ્ટ બાકી છે. આ સાથે એવું લાગુ છે કે ટીમ ઈન્ડિયાનું હવે ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું લગભગ અશક્ય થઈ ગયું છે.

ટીમ ઈન્ડિયાનો પરાજય 

લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાને બેક ટુ બેક 3 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતે બાજી સંભાળી લેતાં ટીમ ઈન્ડિયાનો રકાસ અટકાવ્યો. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો પંતના સ્વરૂપમાં લાગ્યો. ઋષભ પંત હેડની બોલિંગમાં મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. તે 30 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેના પછી રવીન્દ્ર જાડેજા મેદાને આવ્યો હતો. જે બોલાન્ડની બોલિંગમાં 2 રન કરીને જ કેચ આપી બેઠો હતો.  જ્યારે તેના પછી પહેલી ઈનિંગનો સ્ટાર નીતિશ રેડ્ડી મેદાને આવ્યો હતો જે લિયોનની બોલિંગમાં 1 રન કરીને આઉટ થઈ ગયો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની આખરી ઉમ્મીદ સમાન જયસ્વાલ પણ 84 રને આઉટ થઈ જતાં સદી ચૂકી ગયો હતો.


Related Posts

Load more