Rohit Sharma એ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

By: nationgujarat
11 Oct, 2023

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. હિટમેન હવે સાત સદી સાથે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો છ સદીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 36 વર્ષીય રોહિત શર્માએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા. 63 બોલમાં પોતાની સદી પૂરી કરીને તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી પણ બની ગયો. રોહિત શર્માએ 84 બોલમાં 16 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 131 રન બનાવ્યા હતા. મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને વર્લ્ડ કપનો પોતાનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો અને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 272 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 35 ઓવરમાં સ્કોર પ્રાપ્ત કર્યો. 272 રન 2 વિકેટના નુકશાનમાં કર્યા અંતે ટીમ 8 વિકેટે જીતી ગઇ આ સાથે વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત પણ થઇ તો હવે પાતિસ્તાન સામે ભારત જીતી નવરાત્રીની ગીફટ ચાહકોને આપીે તેવી આશા રાખી રહ્યા છે.

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરે છ વર્લ્ડ કપ રમ્યા હતા, તેણે 44 ઇનિંગ્સમાં છ સદી ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ તેના ત્રીજા વર્લ્ડ કપની 20મી ઇનિંગ્સમાં સાત સદી પૂરી કરી હતી. ઈંગ્લેન્ડની મુશ્કેલ ધરતી પર રમાયેલા 2019ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી. આ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ હતો.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
7 સદી – રોહિત શર્મા (20 ઇનિંગ્સ)
6 સદી- સચિન તેંડુલકર (44 ઇનિંગ્સ)
5 સદી- કુમાર સંગાકારા (35 ઇનિંગ્સ)
5 સદી- રિકી પોન્ટિંગ (42 ઇનિંગ્સ)
4 સદી- ડેવિડ વોર્નર (18 ઇનિંગ્સ)

વર્લ્ડ કપ (ODI)માં સૌથી ઝડપી હજાર રન
19- રોહિત શર્મા
19- ડેવિડ વોર્નર
19- રોહિત શર્મા
20- સચિન તેંડુલકર
20- એબી ડી વિલિયર્સ
21- વિવિયન રિચાર્ડ્સ
21- સૌરવ ગાંગુલી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
556 રોહિત શર્મા
553 ક્રિસ ગેલ
476 શાહિદ આફ્રિદી
398 બ્રેન્ડન મેક્કુલમ
383 માર્ટિન ગુપ્ટિલ


Related Posts

Load more