શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – ગોધરામાં વિજયાદશમીએ સંસ્કૃત ગરબાનું આયોજન કરી પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

By: nationgujarat
25 Oct, 2023

વિજયાદશમી એટલે વીરતા અને શૌર્યના વિજ્યનું પર્વ. વિજયાદશમી એક ઉત્સવ કે તહેવાર જ નથી પરંતુ કેટલીય સારી વાતોનુ પ્રતીક છે. સત્ય, સાહસ, નિઃસ્વાર્થ સહાયતા, મિત્રતા, વીરતા અને સૌથી વધારે દંભ જેવા અલગ અલગ તત્ત્વોનુ પ્રતીક છે. અસત્ય પર સત્યનો વિજય થયો અને દરેક યુગ માટે તે એક પરંપરા બની ગઇ. તેથી દરકે વ્યકિત હંમેશા કહે છે કે સત્ય નો જ હંમેશા વિજય થાય છે. અસત્ય કે ખરાબ વ્યકિતનો નાશ થાય છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ, ગોધરાના સહયોગથી ભારત વિકાસ પરિષદ અને સંસ્કૃતભારતી, પંચમહાલ દ્વારા વિજયાદશમીના રોજ ભારતીય સંસ્કૃતિ પુનરુત્થાન અને દેવભાષા સંસ્કૃતનો સામાન્ય જીવનમાં ઉપયોગ થાય અને તેનું સંવર્ધન થાય તથા બહોળો પ્રચાર અને પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી સંસ્કૃત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પંચમહાલ જિલ્લાના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી દિવ્યચરણદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી અનંતાનંદદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી તથા નામાંકિત મહાનુભાવોના સાનિધ્યમાં વિજયાદશમીએ સંસ્કૃત ગરબાનું શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ, ગોધરામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજનીય સંત શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ જીવંત રહે અને દેવભાષા સંસ્કૃતનું સંવર્ધન થાય તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન હંમેશા સક્રિય રહી છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શૈક્ષણિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ કોલેજની સ્થાપના કરી. ધર્મના પૈસાને શિક્ષણ ક્ષેત્રે વાપર્યો તે કાર્ય અજોડ છે. એ જ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અનુગામી વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલનો શિલાન્યાસ કર્યો અને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેકનો સ્કૂલ, ગોધરાનું નિર્માણ રાષ્ટ્રીય ભાવનાને સમુચિત પણે સાકાર કરવા માટે રાષ્ટ્રના કલ્યાણની પરિયોજનાને મદદરુપ થવા હંમેશા પ્રોત્સાહિત રહી છે. તેમજ બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કટિબદ્ધ કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સંપ, સ્નેહ, વસુધૈવકુટુંબકમની ભાવનાનો દીપ જલતો રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન હંમેશા સક્રિય રહીને કાર્ય કરે છે.

આ શુભ અવસરે શ્રી સી કે રાઉલજી (એમલેએ) ,નિમિષાબેન સુથાર (એમલેએ), કામિનીબેન સોલંકી (પ્રમુખ પૂર્વ જિલ્લા પંચાયત), શ્રી આશીષ કુમાર (આઈએએસ, કલેકટર, ગોધરા), શ્રી હિમાંશુ સોલંકી (આઈપીએસ, એસપી, ગોધરા), શ્રી પી. ડી. જૈયતાવત (એસડીએમ, ગોધરા), શ્રી પ્રતાપસિંહ ચૌહાણ (વીસી, એસજીજીયુ), શ્રી મહીપાલસિંહ ડી. ચુડાસમા (આરએસી, ગોધરા), શ્રી જયેશ ચૌહાણ (પ્રેસિડેન્ટ નગરપાલિકા ગોધરા), ડો. મનહર સુથાર (ડેપ્યુટી મામલતદાર) તથા ૭૨ જેટલા ટ્રેઈની આઈ.એ.એસ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતીય વિકાસ પરિષદ અને સંસ્કૃતભારતી પંચમહાલના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Related Posts