ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જાણી લો પરિક્ષાનો કાર્યક્રમ

By: nationgujarat
13 Oct, 2023

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે બોર્ડે પરિક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી થછ. 11 થી 26 માર્ચ દરમિયાન યોજાશે બોર્ડની પરિક્ષા  બપોરે લેવાશે ધોરણ 12ની પરિક્ષા  ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં અપાશે પ્રશ્નપત્ર , ગુજકેટની પરિક્ષાનું પણ ટાઇમ ટેબલ જાહેર  ધોરણ 10ની પરિક્ષાનો સમય સવારનો રહેશે.  2 એપ્રિલે ગુજકેટની પરિક્ષા  નવી શિક્ષણ નિતિ પ્રમાણે પરિક્ષા લેવાશે

ધોરણ 12 સાયન્સનું પહેલુ પેપર ફિઝિકસનું રહેશે. ધોરણ 12 કોમર્સનું પહેલુ પહેર નામાના મૂળભૂત તત્વો,

 

 

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયુ છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મુકવામાં આવેલ છે.

ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.

ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે.

ગુજકેટની પરીક્ષા 02-04-2024 મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેંદ્રો ખાતે યોજાશે.

વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ

પરીક્ષાર્થીઓએ પોતે જ માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય  બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરુ થવાના 30 મિનિટ અગાઉ સ્થળે અચૂક પહોંચી જવું, બાકીના દિવોમાં પરીક્ષા શરુ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.


Related Posts