મહુવા તલગાજરડા ગામમા સંતોને સભામા જતા અટકાવવા કેટલુ યોગ્ય ? શું હિન્દુ ધર્મને નુકશાન પહોંચડવા હતો ઇરાદો ?

By: nationgujarat
16 Sep, 2025

હાલ સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંતોને ભાવનગરના તલગાજરડા ગામમાં જતા અટકાવવામાં આવ્યા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે. આ વિડિયો ગામાના સ્થાનિકે જણાવેલ માહિતી પ્રમાણે ચારેક દિવસ જુનો છે.વિડિયોમા સ્વાનિરાયણ સંપ્રદાયના સંતો હરિભકતના આમંત્રણને સ્વીકારી ઘરસભા માટે ગામમા જઇ રહ્યા હતા. જો કે ગામના આશરે પાંચેક લોકોને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મનભેદ હોય કે કોઇ પણ કારણો સર અણગમો હોઇ શકે જેના કારણે તેમને સંતોને ગામમા પ્રવેશતા અટકાવી સંપ્રદાયને નીચુ દર્શાવવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોય તેમ લાગી રહ્યુ છે. આમ તો સૌરાષ્ટ્રની ઘરતી સંતો-મહંતો માટે જાણીતી છે અંહી જેટલુ માન સંતો મહંતોને આપવામાં આવે છે તેટલુ બીજે કાદચ કયાય નહી અપાતુ હોય. સંતોની વિર પાવન ભુમિ અને તેમાય ગુજરાત અને દેશમા રામચરિત માનસની કથા કરનાર જાણીતા કથાકાર મોરારીબાપ નુ ગામ હોય ત્યા જ સંતોનુ આ રીતે અપમાન થાય તે કેટલુ યોગ્ય કહેવાય.

ઘરસભા માટે સ્વામિનારાયણના સંતો ને જતા સમયે અટકાવ્યા

મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સંતોને પાંચેક લોકોએ અટકાવ્યા હતા. હકીકતમાં સંતો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા વ્યક્તિ એટલે કે હરીભકતના ઘરે જ ઘરસભા કરવા જતા સમયે આ ઘટના બની છે સભામા 50 થી વધુ હરીભક્તો ઉપસ્થિત હતા અને તેમને સંબોધવા માટે જતા હતા. ગ્રામજનોએ સંતોને સ્પષ્ટપણે કહ્યું કે, ‘તમારું ભાષણ અમને પસંદ નથી’ અને ‘અમારા તલગાજરડા ગામમાં તમારે આવવાનું જ નહીં.’ તેમણે સંતોને તેમના ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ પણ આપી. આ વિરોધ બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલવાનો આરોપ મૂક્યો, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે તેમ જણાવ્યુ હતું પરંતુ સનાતન ઘર્મમા  કોઇ પણ સાઘુ સંત ક્યારેય કોઇ ઘર્મને અપમાનીત કરતા નથી અને તેવો ભાવ પણ સંતોમા હોતો  જ નથી.

એક જાણીતી ટીવી ચેનલમા આ સમાચાર બાબતે ગામના એક સ્થાનિક નો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો જેમણે ફોન પર કહ્યુ કે સ્વામિનારાયણના સંતો હિન્દુ દેવી દેવતાઓને નીચા દર્શાવે છે ધાર્મિક ગ્રંથોમા છેડછાડની  ઘટના વારંવાર બનતી હોવાથી અમારા ગામને આ પસંદ નથી સ્વામિનારાયણના સંતો ગામમા વિવાદ કરવા આવતા હોવાનો ખોટો આક્ષેપ પણ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ કરવા તલગાજરડા ગામે આવે છે તેમ સ્થાનિકે ટીવી ચેનલમા જણાવ્યું હતું સભના નામે વિરોધ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. જો કે સંતોમા ક્યારેય રાગ દ્રેષ અને વાદ વિવાદમા રસ હોય નહી કે કોઇ ને પણ વેરવૃતિ રાખવાની સલાહ પણ આપે નહી તે આપ સૌ જાણો છો.

ગામના સ્થાનિકે જે રીતે ન્યુઝ ચેનલમા ફોન પર જણાવ્યું કે સંતો ગામમા ઘરે ઘરે જાય તે યોગ્ય નથી તો શું સંતો ને તેમના હરીભકતના ઘરે જવુ હોય તો ન જવાય??. દેશમા લોકશાહિ છે અને લોકશાહિમા દરેક વ્યક્તિને તેનો ઘર્મ પંસદ કરવાની છુંટ છે (હિન્દુ વિરોધી ની સમજણ ન રાખવી આ મુદ્દે ) સ્વામિનારાયણ સંપ્રદાય પણ હિન્દુ ઘર્મ સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ મંદિરોમા પણ કૃષ્ણ ભગવાન, હનુમાન ભગવાન સહિતના તમામ દેવો પુજાય છે એટલે આ માનસિકતા રાખવી કે સ્વામિનારાયણ સંપ્રદાય આપણા દેવી દેવતાને નુકસાન પહોચાડે છે તે માનવુ તદન ખોટુ છે. ટેલીફોનીક ઇન્ટરવ્યુમા સ્થાનિકે કહ્યુ કે સંતો હરીભક્તોને મંદિરે બોલાવે તે ચાલે પણ ઘરે નહી…. અલા ભાઇ ઘર પણ એક મંદિર જ છે અને ઘર જે વ્યક્તિનુ છે તેના માલિકની ઇચ્છા હોય ત્યારે જ સંતોને તેમણે આમંત્રણ પાઠવ્યુ હશે આ રીતે સંતોને રોકવા યોગ્ય નથી.

સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા તેમના હરીભકતોને સેવાકીય કાર્યોમા બાળકોમા સંસ્કારના સિંચન મા તેમજ પરિવારમા સંપ વઘારવામાં અગ્રેસર રહ્યો છે આના માટે ઘણા બઘા  દાખલાઓ છે ધરતીકંપ જોઇલો,કોરોના કાળામા મદદ હોય કુદરતી આફત હોય તેમા સૌ પ્રથમ સેવાકીય કાર્યો કરવા આગળ આવ્યા હોય તો તે સ્વામિનારાયણ સંપ્રદાય છે. સ્વામિનારાયણના સંતો દેશ-વિદેશમા જે રીતે હિન્દુ સંસ્કૃતિને આગળ વઘારી છે તે ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત છે

મોરારીબાપુ પણ તેમની કથામા સંપ રાખવો લોકોની મદદ કરવી જેવા સંદેશો આપે છે તે જ સંદેશ સ્વામિનારાયણના સંપ્રદાય પણ આપે છે. એટલે જે સ્થળે મોરારીબાપુનો આશ્રમ હોય ત્યા આ રીતે સંતોનુ અપામન થાય તે દુખદ ઘટના છે. જે પણ લોકોએ સંતોને અટકાવ્યા છે તે તેમનુ અંગત મતંવ્ય હોય શકે પણ કોઇને કોઇને ઘરે જતા અટકાવી તો ન શકે.


Related Posts

Load more