ભારતનું એ મંદિર જેનું રહસ્ય સાંભળી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

By: nationgujarat
19 Aug, 2023

એક એવું મંદિર જેના માટે દાવો કરવામાં આવે છે કે, આ મંદિર મહાભારત સમયનું મંદિર છે. હિમાચાલ પ્રદેશના કાંગડા જિલ્લામાં નાના-નાના મંદિર નો એક સમુહ છે જેને બાથુ કી લડી નામથી જાણીતુ છે. મુખ્ય મંદિર સાથે 8 નાના મંદિરો છે જે ઉપરથી જોઇએ તો એક માળા જેવું લાગે એટલે જ તેને બાથુ કી લડી કહે છે. આ મંદિર વિશે એમ કહેવામાં આવે છે કે આ મંદિર પાંચ હજાર વર્ષ જુનું છે. મંદિરમાં શેષ નાગ અને વિષ્ણુ ભગવાનની મૂતિ પણ છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષ દરમિયાન ફકત ચાર મહિના જ દેખાય છે. વર્ષના 8 મહિલા આ મંદિર પાણીમાં ડૂબેલુ રહે છે જેથી દેખાતુ જ નથી.

આ મંદિર પંજાબના જાલંઘરથી અંદાજે 150 કિમી દુર મહારાણા સાગર પ્રતાપ જીલમાં પોંગ બાદની દિવાલથી 15 કિમી દુર એક ટાપુ પર આવેલુ છે. મંદિર લાંબો સમય સુધી પાણીમાં રહેવાને કારણે મંદિરના સ્ટ્રકચરમાં કોઇ બદલાન આવતો નથી.

આ મંદિરનું નિર્માણ બા-થુ નામના એક શક્તિશાલી પથ્થરથી થયું છે. કહેવામાં આવે છે કે બા-થુ પથ્થર ખૂબ મજબૂત હોય છે અને સરળતાથી તૂટતો નથી. આ પથ્થરથી બનેલી પ્રતિમાં વર્ષો સુધી ખરાબ થતી નથી.

સ્થાનિક લોકો દાવો કરે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આ મંદિરે આવ્યા હતા. પાંડવોએ મંદિરની અંદર સ્વર્ગમાં જવાની સીડી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પાંડવોને સ્વર્ગની સીડી એક જ રાતમાં બનાવવાની હતી. સીડી બનાવવા પાંડવોએ શ્રી કુષ્ણ ભગવાન પાસેથી મદદ માંગી, શ્રી કૃષ્ણએ પાંડવો માટે રાત લાંબી કરી દીધી અને 6 મહિના સુધી સુરજ ન નિકળ્યો. તેમ છતા પાંડવો સ્વર્ગ સુધી પહોંચવામાં સફળ ન થયા કારણ કે સવાર થઇ ગઇ હતી.

સ્થાનિક લોકોના મતે આજે પણ મંદિરમાં સ્વર્ગમાં જવાની સીડીઓ છે.

નોંધ અમે આ સ્ટોરી ફકત જાણકારી માટે રજૂ કરી છે અમારો કોઇ દાવો નથી… આવા બીજા ઘણા મંદિરો વિશે અમે આપને જાણકારી આપીશું તમે અન્ય  લેખ વાંચતા રહેજો અને હા ડેલી હન્ટ ની એપ પર તેમજ નેશન ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમને ફોલો કરી દેજો. લેખ અંગે તમારી પ્રતિક્રિયા લખી શકો છો.


Related Posts

Load more