એક સમયે ઉમરેઠ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ઘડ ગણાતી હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે. ભાજપના ગોવિંદભાઈ પરમાર ઉમરેઠના ધારાસભ્ય હતા અને તેમનો અવસાન થવાના કારણે આ બેઠક ખાલી પડી છે અને જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસે સત્તાવાર રીતે ભ્રુગુરાજસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે.
ઉમરેઠ વિધાનસભા બેઠક ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો વિશેષ છે. કુલ મતદારોના 52થી 54 ટકા ઠાકોર ક્ષત્રિય સમાજના મતદારો છે. ભાજપે પણ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારની ટિકિટ આપી ઠાકોર ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપ્યું છે. તે જ રીતે કોંગ્રેસે પણ ઠાકોર ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે.