હાર્દિક પટેલને વિધાનસભામાં કોણે ચૂપ કરાવી દીધો, કહ્યું-ભાઈ રાઝને રાઝ રહેવા દો

By: nationgujarat
16 Sep, 2023

આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક પર ગૃહમાં ચર્ચા સમયે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અકળાઈ ગયા છે. આજે હાર્દિક પટેલ પણ મેદાને આવ્યો હતો. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યો એક થઈ ગયા હતા.

ભાજપના ધારાસભ્યની બેઠા બેઠા કોમેન્ટ કરતા પ્રો. કીરીટ પટેલે કહ્યું હતું કે, તમારામાંથી ઘણા તો કોલેજ ગયા વગર ડિગ્રી લઈને બેઠા છે! કોંગ્રેસના ધારાસભ્યના આવા ઉદ્દગાર સામે ભાજપના હાર્દિક પટેલે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, કીરીટભાઇ કોલેજ ગયા વગર ડિગ્રી મેળવી હોય તેમના નામ આપે. આ રીતે કહેવું તે આ ગૃહનું અપમાન છે. તક ઝડપી ઉભા થયેલા અર્જુન મોઢવાડિયા બોલ્યા,  ‘રાઝને રાઝ રહેવા દો. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે કોણે કોલેજ ગયા વગર ડિગ્રી લીધી છે.’

જો કે, મોઢવાડિયાએ કોઈની ડિગ્રીનો ઉલ્લેખ કર્યો નહોતો પણ અધ્યક્ષપીઠેથી રમણલાલ વોરાને સમજાઇ ગયું હશે એટલે તેમણે કહ્યું કે, ‘અહી બંને બાજુ સરખું જ છે.’ હાર્દીક પટેલના પોઇન્ટ ઓફ ઓર્ડર પર શૈલેષ પરમારે કહ્યું હતું કે, ‘કોઇનું વ્યક્તિગત નામ નથી જનરલ વાત છે. હાર્દિક પટેલે ભણ્યા વિના ડિગ્રી લેનારા લોકોનું નામ જાહેર કરવા માંગ કરી જો એમ ન થાય તો શબ્દ પાછા ખેંચવા માટે જણાવ્યું હતું.

આ મામલે અર્જુન મોઢવાડીયા પણ ઉકળ્યા હતા. એમણે ગૃહમાં નિવેદન કર્યું હતું કે, કોણે ભણ્યા વગર ડિગ્રી લીધી એના નામમાં ન પડીએ તો સારૂ. અત્યાર સુધી તમે છુપાવ્યું છે અમે બહાર બોલીએ છીએ તો રાઝ દબાયેલા સારા.

અધ્યક્ષે શબ્દો રેકોર્ડ પરથી દુર કરવા અથવા પાછા લેવાનું કહેતાં કીરીટ પટેલે શબ્દો પરત લીધા હતા. પણ પબ્લિક યુનિવર્સિટી એક્ટની ચર્ચામાં કોંગ્રેસ ધારાસભ્ય કીરીટ પટેલે શાબ્દિક ચાબખા માર્યા હતા. બિલ પર બોલવા ઉભા થયેલા ભાજપના સભ્યો ૧૦ વાર મોદીજીનું નામ લે છે. મને લાગે છે કે ભાજપના સભ્યોને ૧૦ વાર નરેન્દ્ર મોદીનું નામ લેવા જણાવવામાં આવ્યું છે.

છેલ્લા બે દાયકામાં આનંદીબેન પટેલ, રમણલાલ વોરા અને ભૂપેન્દ્રસિંહ બાપુ પણ શિક્ષણમંત્રી રહી ચૂક્યા છે. ભાજપના સભ્યો બિલ અંગે બોલવા ઉભા થાય ત્યારે પૂર્વ શિક્ષણમંત્રીનું પણ નામ લે….


Related Posts

Load more