એશિયા કપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન (Indi-pakistan) ની મેચ રમાવવાની છે આ મેચ માટે ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કારણ કે મેચ રવિવારે રમાવવાની છે અને તે પણ રોમાંચક રહશે તેમા નવાઇ નથી. આ મેચ પહેલા ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને વાઇઝ કેપ્ટન હાર્દીર પંડયાનું એક સ્ટેટમેન્ટ ને લઇ ક્રિકેટ જગતમાં ચર્ચા ચાલી રહી છે. તે વાતમાં શંકા નથી કે હાર્દીક પંડયા હાલ ટીમમાં જરૂર પડે જવાબદારી નિભાવી હોય અને આ ખાસ વાતને ટીમના અન્ય ખિલાડીઓએ પણ સમજવાની જરૂર છે અને સમય આવે ટીમ માટે જવાબદારી કેવી રીતે પુરી કરવી તે પણ પંડયા માંથી શિખવું જોઇએ. ગત મેચની વાત કરીએ તો જો હાર્દીક પંડયા રમ્યો ન હોત તો ટીમ પાકિસ્તાન સામે મેચ હારી જ હોત. ખરા સમયે હાર્દીકે ટીમને મહત્વના 87 રન કરી ટીમને સન્માન જનક સ્કોર અપાવ્યો છે.
પંડયાને ટી20માં સુકાની આપ્યા પછી તેનું પ્રદર્શન માં સુઘાર આવ્યો છે પણ આ જ વસ્તુ અન્ય ખિલાડીઓમાં જોવા મળતી નથી. હાર્દીક પંડયાએ સ્ટાર સ્પોર્ટસને ઇન્ટરવ્યું આપતા કહ્યુ કે એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં મારી જવાબદારી બહુ વધી ગઇ છે ભાર વધી ગયો છે. બેટીગ કર્યા પછી ફિલ્ડીગ અને બોલિગમાં પણ જવાબદારી સંભાળવાની હોય છે તેમા ભાર ઘણો વધી જાય છે. હાર્દીક પંડયાનું આ નિવેદન પાકિસ્તાન સામેની મેચ પહેલા આવતા ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જો એક રીતે જોવો તો હાર્દીક ની વાત ખોટી નથી રોહીત કહોલી સુર્યાકુમાર, રાહુલ સહિત ના ખિલાડીઓ સારુ પ્રદર્શન સમય આવે ત્યારે કરતા નથી અને બિનઅનુભવી ખિલાડીઓ પ્રેશર સહન કરી શકતા નથી જેથી ઘણી મેચો ભારતે હારવી પડી છે તો આવતીકાલની મેચ માં ટીમના દરેક ખિલાડી સારુ પ્રદર્શન કરે તે જરૂરી છે