ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.
હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી તે બહાર આવશે. તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે.
ભારત પહેલા રશિયા ચંદ્રના સાઉથ પોલ પર લુના-25 ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે તે ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.
ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 14 જુલાઈના રોજ સવારે 3.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું- જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.
હવે પછી ચંદ્ર સાથે જોડાયેલી વાતો બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ. આપણે કહેતા કે ચંદામામા બહોત દૂર કે… ચંદામામા બસ એક ટૂર કે…
મોદીએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર પર ઈસરો સંશોધન કરશે. ભારત વારંવાર એ સાબિત કરી રહ્યું છે કે સ્કાય ઈઝ નોટ લિમિટ.
ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સંબોધન
મેરા પરિવારજનો જ્યારે આપણે આપણી આંખોની સામે એક ઇતિહાસ બનતો જોઇએ છીએ ત્યારે જીવન ઘન્ય થઇ જાય છે. આવી ઐતિહાસીક ઘટના રાષ્ટ્રજીવનની ચિંરજીવ ચેતના બને છે આ ક્ષણ અસ્વરણીય છે. આ ક્ષણ અભૂતપુર્વ છે. આ ક્ષણ વિકસીત ભારતનો શંખનાદછે. આ ક્ષણ નવા ભારતના જયઘોયની છે. આ ક્ષણ મુશ્કિલના મહાસાગરને પાર કરનારુ છે. આક્ષણ જીતના ચંદ્રપંથ પર ચલવાની છે. આ ક્ષણ 140 કરોડ જનતાના સામર્થયનું છે. ભારતમાં નવી ઉર્જા નવા વિશ્વાસ નવી ચેતનાનો છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનનું છે. અમૃતકાળના પ્રથમ પ્રભામે સફળતાની અમૃત વર્ષા થઇ છે. આપણે ધરતીપર સંકલ્પ કર્યો અને ચાંદ પર એને સાકાર કર્યો, આપણા વૈજ્ઞાનિકસાથીઓ પણ કહ્યુ કે ભારત હવે ચંદ્ર પર. આજે આપણે અંતરિક્ષમાં નવા ભારતની ઉડાનના સાક્ષી બન્યા છીએ. સાથીઓ દેશવાસીઓની જેમ મારુ પણ ચંદ્રયાન મહાઅભિયાન પર હતું નવો ઇતિહાસ થતા દરેક ભારતીય જશ્નમાં ડૂબીગયો છે. હર ઘરમાં ઉત્સવ ઉજવાઇ રહ્યો છું હું પણ દેશવાસીઓ સાથે આપણા પરિવારજનો સાથે ઉમેગ અને ઉલ્લાસ સાથે જોડાયેલો છું. હું ટીંમ ચંદ્રયાન ઇશરોને અને દેશના વૈજ્ઞાનિકોને ખૂબ અભિનંદન પાઠવું છે જેમ ણે આ ક્ષણ માટે વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે. આ અદભૂત ક્ષણ માટે 140 દેશવાસીઓને અભિનંદન પાછવું છું,
આપણા દેશના વૈજ્ઞિકોના પરિશ્રમ અને પ્રતિભાથી આજે ભારત ચંદ્રમાના એ દક્ષિણ ધ્રુ પર પહોંચ્યો છે જ્યા આજસુધી દુનિયાનો કોઇ દેશ પહોંચ્યો નથી હવે ચાંદ સાથે જોડાયેલા મિથક બદલાઇ જશે. નવી પેઢીમાટે કહેવતો બદલાઇ જશે. આપણે ત્યા ધરતીને માતા અને ચાંદને મામા કહે છે. ક્યારેક કહેવાતુ કે ચંદામામા બહુત દુર ના છે હવે એક દિવસ એ પણ આવશે જ્યારે બાળકો કહેશે ચંદા મામા બસ એક દુર કે હૈ.
આપણે ભવિષ્ય માટે મોટા મહત્વકાંત્રી લક્ષ્યો નક્કી કર્યા છે જલ્દી સુર્યાના વિસ્તરીત અધ્યન માટે ઇસરો આદિત્ય એલ-1 મિશન લોન્ચ કરવા જઇ રહ્યુ છે. આ પછી શુક્ર પણ ઇસરોના લક્ષ્ય માનુ એક છે. દેશ પહેલા હ્યુમન સ્પેશ ફ્લાઇટ મિશન માટે તૈયારી સાથે લાગ્યુ છે ભારત હમેંસા સાબિત કરતુ રહ્યુ છે કે સ્કાઇસ નોટ લિમિટ. સાયન્સ અને ટેકનોલોજી દેશના ઉજવળ ભવિષ્યનો આધાર છે. આજના દિવસને દેશ હમેંશા યાદ રાખશે આ દિવસ હમેંશા આપણે સૌ ઉજવળ ભવિષ્ય તરફ પ્રેરિત કરસે. આ દિવસ આપણા સંકલ્પોના સિદ્ધીનો રસ્તો બતાવશે. આ દિન એ દિવસનો પ્રતિક છે કે હારથી શિખ લઇ જીત કેવી રીતે મેળવી શકાય છે.