બિહારમાં વિઘાનસભા ચૂંટણી યોજાવાની છે જેની તારીખ અંગે સૌની નજર છે ત્યારે મુખ્ય ચુંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર ના નેતૃત્વમાં એક ટીમ આવતા વિકમાં બિહારની મુલાકાત કરશે. આ પ્રવાસનો હેતુ વિઘાનસભા ચૂંટણીની તારીખ અને કાર્યક્રમ અંગે માહિતી એકત્ર કરવાનો છે. દશેરા પછી બિહાર વિઘાનસભા ચૂંટણીની તારીખ જાહેર થશે તેવા સંકેત છે. દશેરા પછી ચૂંટણી પંચની એક ટીમ બિહાર પ્રવાસે જશે. દિવાળીના તહેવાર વચ્ચે વિઘાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થશે. 25-28 ઓક્ટબોર પછી મતદાન થાય તેવી સંભાવના સેવાઇ રહી છે.
બિહારમાં ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. અંતિમ ચરણ 5 થી 15 નવેમ્બરના રોજ યોજાઇ શકે છે. 22 નંવેમ્બર સુધીમા નવી વિઘાનસભાની રચના થઇ શકે છે. રાજયની વર્તમાન વિભાનસભા ગઠન ટીમનો કાર્યકાળ 22 નવેમ્બરના રોજ પુર્ણ થશે. ચૂંટણી આયોગે તહેવારોને ધ્યાનમા રાખી મતદાનની તારીખ જાહેર કરશે. બિહારમાં ફાઇનલ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.