કૃણાલ ભાવસાર, અમદાવાદ.
અસ્તિ વ્યાસ , વડોદરા.
અત્યારે આ આધુનિક યુગ માં ગુજરાતી ફિલ્મો નો દબદબો છે , ગુજરાતી સિરિયલ અને ગુજરાતી નાટકો ભી “હિટ” થાય છે. ઘણા એક્ટર , એક્ટ્રેસ મેહનત કરી ને પોતાનું “કૌશલ્ય” ઓડિયન્સ ( લોકો ) સમક્ષ રજુ કરતા હોય છે , એવામાં એક નામ એટલે “પ્રશાંતભાઈ બારોટ ”
ગુજરાત માં વર્ષ 1968 માં જૂન મહિના ની 5 મી તારીખે જન્મેલા “પ્રશાંતભાઈ બારોટ” એક ‘જાણીતા’ તેમજ ‘ઉમદા’ ગુજરાતી અભિનેતા છે , જેમણે અઢળક ગુજરાતી ફિલ્મ ,અમુક હિન્દી ફિલ્મ તેમજ સિરિયલ માં કામ કર્યું છે . નામ પ્રમાણે એકદમ “શાંત” અને “સરળ” સ્વભાવ ના આ એક્ટરે તેમના હોમ પ્રોડક્શન હાઉસ ‘ચંદ્રકાંતા ફિલ્મ્સ‘ ના નાટક “બાપુજીમારા બાઝીગર” માં કામ કર્યું છે. આ નાટક ના લોકો એ ખુબ વખાણ કર્યા હતાં, આ ઉપરાંત તેમણે ગુજરાતી વેબ સિરીઝ માં ભી કામ કરેલું છે , “વારસો” નામ ની ગુજરાતી વેબ સિરીઝ માં તેમણે “ગૌરવ પાશવાલા” સાથે કામ કર્યું છે.
કારકિર્દી ની શરૂઆત ડી.ડી ગિરનાર પર રજુ થતી સિરિયલ “એક ડાળ ના પંખી” થી કરેલી , એ શો ખુબ લોકપ્રિયતા પામ્યો હતો, અમદાવાદ ને કર્મભૂમિ બનાવી ને ગુજરાતી ભાષા ની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે માં એક્ટર યશ સોની ઉપરાંત બૉલીવુડ ના શહેનશા\બિગ,બી એવા શ્રી અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે , ઉપરાંત વર્ષ 2010 માં હિન્દી ભાષા ની ફિલ્મ “વન્સ અપન ટાઈમ ઈન મુંબઈ” માં ભી રોલ પ્લે કર્યો છે. વર્ષ 2015 માં વિક્રમ ઠાકોર સાથે ગુજરાતી ફિલ્મ “અવતાર ધરી ને આવું છું” માં ભી કામ કર્યું છે , તદુપરાંત વર્ષ 2024 માં સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “31st ફિલ્મ માં એમણે દમદાર નેગેટિવ રોલ કરેલો.અત્યાર ના વર્ષ 2026 ના “મે” મહિના માં રિલીઝ થયેલી અનીશ શાહ નિર્મિત ફિલ્મ “ધરપકડ” માં એક્ટર મલ્હાર ઠાકર ના એક લાચાર બાપ તરીકે નું પાત્ર ભજવ્યું હતું. આમ વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી ને 3 દયાકા થી વધુ સમય સાથે અભિનય નું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. એક જિમ્મેદાર નાગરિક તરીકે ચેરિટી શો માં યોગદાન આપ્યું છે.
તાજેતર માં રજૂ થયેલી સંદીપ પટેલ નિર્મિત ફિલ્મ “ચટણી” માં એમણે ‘કાલું કાકા‘ તરીકે પાત્ર ભજવ્યું છે જેમાં મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશી છે.. આશા રાખીએ કે આ ગુજરાતી ફિલ્મ ભી બીજી ગુજરાતી ફિલ્મ ની જેમ “હિટ“થાય \ સફળ નીવડે, આવનારા વર્ષો માં ભી “પ્રશાંતભાઈ બારોટ” ખુબ પ્રગતિ કરી ને વધુ માં વધુ સર્વોત્તમ અભિનય ની ક્ષમતા તેમના માં જોવા મળે.