યુવાનો ખૂબ ધનવાન બનો, પરંતુ નીતિ અને પ્રમાણિકતાને ક્યારેય મૂકતા નહીં-સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
સાધુતા ની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર
કુમકુમ – મણીનગર – અમદાવાદ ખાતે ધનતેરસના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના શણગાર – અલંકારોનું પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમ વત્સલદાસજી જણાવ્યું હતું કે,
આજે ધનતેરસ છે. સોના-ચાંદીની ખરીદી કરવામાં આવશે. તેનું પૂજન કરવામાં આવશે. નવા વાહનો અને ગેજેટ્સ ખરીદાશે.
પરંતુ મહત્વની વાત એ છે કે,આપણે જે ધનની પાછળ દોડી રહ્યા છીએ, એ ધન પ્રમાણિકતાનું છે કે નહીં એ વિચારવું જોઈએ ?
‘શોર્ટકટ’થી પૈસા કમાઈ લેવા, રાતોરાત સફળ થઈ જવું. અને એ ઘેલછામાં ક્યારેક માણસ અનીતિ, ભ્રષ્ટાચાર કે ખોટા રસ્તે પગ મૂકી દે છે, એનું ભાન પણ રહેતું નથી.
પરંતુ યુવાનો, એક વાત ગાંઠે બાંધી લેજો કે,
અનીતિથી કમાયેલું ધન ઘરમાં સુવિધા લાવી શકે, પણ શાંતિ ક્યારેય ન લાવી શકે.
ખોટા માર્ગે આવેલી લક્ષ્મી પોતાની સાથે ચિંતા, ભય અને બદનામી લાવે છે.
ધનતેરસ આપણને પૈસા કમાવાની ના નથી પાડતી; સનાતન સંસ્કૃતિ પુરુષાર્થનું સન્માન કરે છે. પણ ધનતેરસનો સંદેશ એ છે કે ધન હંમેશા ‘નીતિ’ અને ‘સદાચાર’થી આવવું જોઈએ. જે રોટલો પરસેવાની કમાણીનો હોય, એમાં જે મીઠાશ અને ઓડકાર છે, એ કરોડોના કાળા નાણામાં પણ નથી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ પ્રમાણિકતા ઉપર ભાર મુકતા કહ્યું છે કે , નીતિથી ધન ક્યારે મેળવવું નહીં. આજે આની તેનું ધન પતન કરાવે છે.
તેથી નીતિમત્તા ના પ્રમાણિકતા સભર કમાવવું જોઈએ અને વાપરવું જોઈએ. અને જે આવી રીતે ધન કમાઈને વાપરે છે તેને દિન પ્રતિ દિન વૃદ્ધિ થાય છે.