સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો

By: nationgujarat
13 Sep, 2025

રાજ્યમાં 100 ટકા જેટલો સિઝન વરસાદ પડી ગયા પછી હવે સરકાર જાગી છે અને તાત્કાલિક રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના કામોનો ધારાસભ્યની ગ્રાંટમાંથી આપવામાં આવતા લોકફાળાની ટકાવારી વધારવાનું યાદ આવ્યો છે. ધારાસભ્યની ગ્રાટમાંથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીમાં, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટમાં હાથ ધરવામાં આવતા કામોમાં જળસંચય (રેઈન વૉટર હાર્વેસ્ટિંગ)ના કામોનો સમાવેશ કરવા બાબત એક ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્યની ગ્રાંટમાંથી 20 ટકા લોકફાળો આપી શકાશે.

ઠરાવ 10મી સપ્ટેમ્બરે જાહેર કરાયો

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ઠરાવ હેઠળ હવે ધારાસભ્યની ગ્રાંટમાંથી ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને રહેણાંક ફ્લેટમાં જળસંચય (રેઇન વોટર હાર્વેસ્ટિંગ)નો સમાવેશ કરી શકાય તેવી જોગવાઈ કરાઈ છે. આ ઠરાવ 10મી સપ્ટેમ્બરે જાહેર કરાયો છે અને તેમાં જણાવાયું છે કે, ‘હવે પરકોલેશન વેલ, ખંભાતી કૂવો, રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અથવા જુના બોરવેલને રીચાર્જ કરવાનો ખર્ચ જનભાગીદારી ઘટક હેઠળ ધારાસભ્યની ગ્રાંટમાંથી 20 ટકા લોકફાળો ફાળવી શકાશે.’


Related Posts

Load more