મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે વડતાલધામમાં દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા

By: nationgujarat
13 Aug, 2023

આજરોજ વડતાલઘામમાં ચાલતા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પંચાયતના ચુટાયેલા મધ્યગુજરાતના સભ્યોના અભ્યાસવર્ગમાં આવ્યા હતા પરંતુ અભ્યાસવર્ગમા જતા પહેલા વડતાલધામમાં બિરાજતા દેવના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મંદિર પ્રાંગણમાં સૌ પ્રથમ મુખ્ય કોઠારીશ્રી ડો સંત સ્વામીએ હાર પહેરાવી અભિવાદન કર્યું . મંદિર પર જઈને મહાપ્રતાપી શ્રીલક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી. ડો સંત સ્વામીએ મુખ્યમંત્રીના સુપુત્ર અનુજના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરાવી હતી. આ પ્રસંગે કેન્દ્રિયમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ , ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈ , રમણલાાલ સોલંકી – દંડકશ્રી, મિતેશભાઈ સાંસદશ્રી , શેઠશ્રી પંકજભાઈ વડોદરા , શેઠશ્રી ભુપેન્દ્રભાઈ ભરૂચ , ટ્રસ્ટીસભ્યશ્રી મહેન્દ્રભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્યામ સ્વામી , હરિઓમ સ્વામી પાઠશાળા, વિવેકસાગર સ્વામી સારંગપુર , પવન સ્વામી કલાલી , વૈકુંઠ સ્વામી ભરૂચ વગેરે સંતો મહંતોએ પણ શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
ત્યારબાદ આણંદ – મહિસાગર – દાહોદ અને પંચમહાલજીલ્લાના સભ્યોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું.


Related Posts