Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

By: Nation Gujarat Team
05 Nov, 2026

Gandhinagar:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફીમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સ્ટેશનરી સહિત પરીક્ષા સંલગ્ન અન્ય ખર્ચમાં વધારો થવાના પગલે બોર્ડ દ્વારા નવું ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવા ફી માળખા મુજબ ધોરણ 10ની પરીક્ષામાં 20 રૂપિયા, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 35 રૂપિયા અને સામાન્ય પ્રવાહમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટેનું સત્તાવાર ફી માળખું જાહેર કરવામાં આવ્યું છે. સ્ટેશનરી અને અન્ય પરીક્ષા ખર્ચમાં થયેલા વધારાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં સરેરાશ 5 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ બોર્ડ દ્વારા ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પરીક્ષા માટેના આવેદનપત્રો  ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે, જે નિયમિત ફી સાથે 3 ડિસેમ્બર સુધી ભરી શકાશે. તમામ નિયમિત, રિપીટર, ઉમેદવારોએ ફરજિયાતપણે ઓનલાઇન જ ફોર્મ ભરવાના રહેશે. નિયમિત વિદ્યાર્થીઓ માટે અગાઉની ફી 425માં રૂપિયા 20નો વધારો કરી હવે 445 રૂપિયા નક્કી કરાઇ છે. રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અગાઉના 415ની જગ્યાએ હવે 435  રૂપિયા ફી ભરવાની રહેશે. આવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં નિયમિત વિદ્યાર્થીઓને 760 રૂપિયા ફી ભરવી પડશે.

બોર્ડ દ્વારા ધોરણ 10, સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનાં આવેદનપત્રો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ નિયમિત ફી સાથે 3 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તમામ નિયમિત અને રિપીટર સહિતના ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે. નવા ફી માળખા પ્રમાણે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓએ અગાઉ 425 રૂપિયા પરીક્ષા ફી ભરવાની હતી, જે વધારીને હવે 445 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ અગાઉના 415 રૂપિયાના બદલે હવે 435 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

બીજી તરફ ધોરણ 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 760 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ, ફેબ્રુઆરી-2027માં યોજાનારી બોર્ડની પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા ફી માળખા મુજબ વિદ્યાર્થીઓએ 3 ડિસેમ્બર પહેલાં ઓનલાઇન આવેદનપત્ર ભરીને પરીક્ષા ફી જમા કરાવવાની રહેશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score