Govt Scheme : આ 3 યોજનાઓ, ઘરે બેઠા કરી શકો છો કમાણી, દરેક મહિલાઓએ જાણવી જરૂરી

By: nationgujarat
13 Oct, 2023

છેલ્લા 9 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશભરમાં મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે. પીએમ મોદી તેમના મોટાભાગના સંબોધનમાં મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકે છે. હાલમાં જ દેશના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવેલ મહિલા અનામત બિલને પણ મહિલાઓની ભૂમિકા વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

મોદી સરકાર યુવાનોની સાથે સાથે મહિલાઓના વિકાસ પર ભાર આપી રહી છે. અમે તમને તે ત્રણ યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે મોદી સરકારના મહત્વપૂર્ણ પગલા છે.

ફ્રી સિલાઈ મશીન 2023

ફ્રી સિલાઈ મશીન યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશની તમામ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે, જેના દ્વારા મહિલાઓ સરળતાથી ઘરે બેઠા રોજગાર મેળવી શકે છે અને રોજીરોટી કમાઈ શકે છે. દેશની તમામ ગરીબ શ્રમજીવી મહિલાઓ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકાર ફ્રી સિલાઈ મશીન 2023 હેઠળ  દરેક રાજ્યમાં 50 હજાર થી વધુ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.

આ યોજના હેઠળ મહિલાઓ કે જેઓ મફત સિલાઈ મશીન મેળવવા માગતા હોય છે તેમણે આ યોજના હેઠળ અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ફક્ત 20 થી 40 વર્ષની વયની મહિલાઓ જ અરજી કરી શકે છે. આ યોજના હેઠળ મજૂર મહિલાઓના પતિઓની વાર્ષિક આવક 12000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. દેશની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સેફ મધરહુડ એશ્યોરન્સ સુમન યોજના

સેફ મધરહુડ એશ્યોરન્સ સુમન યોજના 10 ઓક્ટોબર 2019ના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનની સાથે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓની જીવન સુરક્ષા માટે મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

PM સેફ મધરહુડ એશ્યોરન્સ સ્કીમ 2023 હેઠળ, સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી પછી 6 મહિના પછી મફત આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવશે અને બીમાર નવજાત શિશુને મફત આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. આ યોજના દ્વારા, તમામ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી પહેલા ચાર વખત ફ્રી ચેક-અપ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત ડિલિવરી સમયે થનાર તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે અને ડિલિવરી પછીના 6 મહિના સુધી માતા અને બાળકને મફત દવાઓ પણ આપવામાં આવશે.

મોદી સરકાર દ્વારા પ્રદૂષણ ઘટાડવા અને મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા દેશની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના 8.3 કરોડ પરિવારોને ફાયદો થયો છે.

આ યોજના માટે પાત્ર બનવા માટે, અરજદાર મહિલા હોવી આવશ્યક છે. અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આ યોજના હેઠળ અરજદાર ગરીબી રેખા નીચે હોવો જોઈએ. અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. અરજદાર પાસે પહેલેથી જ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ.


Related Posts

Load more