ગીર સોમનાથ: ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મામા ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી છે. ગીર સોમનાથ એસપીના લોક દરબારમાં ફરિયાદ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના સમયમાં મામા ભાણેજને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્યારના ટેકનોલજી અને ઝડપી જમાનામાં લોકો રૂપિયા કમાવવા માટે ચારેય તરફ ભાગ દોડ કરે છે અને દિવસ રાત મહેનત પણ કરે છે. પરંતુ કેટલાક લોકો અત્યારના સમયમાં જલ્દી રૂપિયા કમાવવાની લાલચમાં અનેક લોભામણી જાહેરાતોમાં ફસાઇ જતાં હોય છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે. જે લોભામણી જાહેરાતોમાં પૈસા રોકતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જેમાં ગીર સોમનાથ એસપી દ્વારા દર ગુરુવારે લોકસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવે છે, સૌ કોઈ પોતાના પ્રશ્નો રજૂ કરી ફરિયાદ કરે છે અને જિલ્લા પોલીસ પણ સાંભળીને તાત્કાલિક પગલાં લે છે. તેવામાં ગત ગુરુવારના દિવસે લોક દરબારમાં કેટલાક લોકોએ પોતે કરેલા રોકાણના પૈસા પરત આપવાને બદલે ધાગધમકીઓ મળતી હોવાની પોલીસને માહિતી હતી. જે વિગતને આધારે પ્રભાસ પાટણમાં રહેતા હુસેન ઊર્ફે સબ્બીર ભાદરકા અને તેનો ભાણેજ હારૂન ભાદરકા પોતે બોગસ પેઢી જે.એમ.એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા અને પોતે પવનચક્કી, કન્સ્ટ્રક્શન અને વીજ પોલ બનાવતી પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો મોટું વ્યાજ તમને મળશે, તેવું કહી અનેક લોકોને શિશામાં ઉતાર્યાની પોલીસને માહિતી મળી હતી.પોલીસે આ માહિતી મળતા ઉપરોક્ત બંને આરોપીઓના ઘરે તપાસ કરતા બોગસ જે.એમ.એન્ટરપ્રાઇઝના અનેક જરૂરી ડોક્યુમેન્ટ અને ચેકો મળી આવ્યા હતા. જેથી પોલીસે બંનેની અટક કરી હતી. પોલીસે આ બાબતે રાજકોટમાં રહેતા અંજુમભાઈ સોરાની પણ ફરિયાદ જાણતા અંજુમભાઈ પાસેથી એક 1 કરોડ 18 લાખ 30 હજાર રોકાણના નામે લઈ અને પરત આપ્યા ન હોવાની પણ માહિતી મળી હતી. જોકે, હાલ પોલીસે આ જ બોગસ પેઢીના સંચાલકો બંને સામે સાત ફરિયાદીઓ સમગ્ર રાજ્યભરમાંથી સામે આવ્યા છે. રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. જેથી કરોડો રૂપિયાનું ચિટીંગ આ મામા ભાણેજે કર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે બંનેને પકડી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં કોઈપણ વ્યક્તિ આ બંને આરોપીઓના ચિંટીંગમાં ફસાયા હોય તો તેમને પ્રભાસ પાટણ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું