Genetic Diabetes: પરિવારમાં માતા-પિતા, દાદા-દાદી બધાને ડાયાબિટીસ હોય તો કેવી રીતે બચવું આ બીમારીથી ?

By: Nation Gujarat Team
28 Aug, 2026

Genetic Diabetes: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ડાયાબિટીસ સંબંધિત કેટલાક પ્રશ્નો મોટાભાગના લોકોને થતા હોય છે. તેમાંથી સૌથી સામાન્ય અને સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે કે પરિવારમાં દાદા-દાદી કે માતા-પિતાને ડાયાબિટીસ હોય તો બાળકને ડાયાબિટીસ થવાનું જોખમ કેટલું ? એવું માનવામાં આવે છે કે પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો બાળકોને ડાયાબિટીસ થાય જ. આ વાત કેટલી સાચી છે ચાલો જાણકારી મેળવીએ.

માતા-પિતા દાદા-દાદી કે ભાઈ-બહેનને ડાયાબિટીસ હોય તો તમને પણ ડાયાબિટીસ થાય જ એવું જરૂરી નથી. પરિવારમાં કોઈને આ બીમારી હોય તો બાળકને થવાનું જોખમ હોય છે પરંતુ આ બીમારીથી બચી પણ શકાય છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરીને અને શરીરને એક્ટિવ રાખીને ડાયાબિટીસથી બચી શકાય છે.

ડાયાબિટીસ ન થાય તે માટે શું કરવું? 

માતા-પિતા કે દાદા-દાદીને ડાયાબિટીસ હોય અને તમે આ બીમારીથી બચવા માંગો છો એટલે કે તમને ડાયાબિટીસ ન થાય તે વાતનું ધ્યાન રાખવા માંગો છો તો સૌથી પહેલા કેટલીક બાબતોમાં ધ્યાન આપવું. જેમકે વજન વધતું હોય તો તેના પર નિયંત્રણ કરવું, ફાસ્ટ ફૂડ સહિતની વસ્તુઓ ખાવાનું ટાળવું, ફિઝિકલ એક્ટિવિટી વધારવી, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું, ઊંઘ પૂરી કરવી. આ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડાયાબિટીસનું જોખમ ઓછું કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસથી બચી શકાય છે.

કઈ સ્થિતિમાં ડાયાબિટીસ થાય ?

પેરેન્ટ્સને ડાયાબિટીસ હોય
વજન વધારે હોય
બેઠાડું જીવન શૈલી હોય
અનિયમિત આહાર ની આદત
અપૂરતી ઊંઘ
સ્ટ્રેસ

ડાયાબિટીસ થવાનું જોખમ કેટલું ? 

પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો બાળકોને પણ ડાયાબિટીસ થાય તેવા સંપૂર્ણપણે સાચી નથી. ડાયાબિટીસ બાળકને થશે કે નહીં તેનો આધાર ફક્ત જીન પર નથી હોતો. જીનેટીક કારણ ની સાથે લાઈફ સ્ટાઈલ પર પણ આધાર હોય છે. પરિવારમાં માતા પિતા કે દાદા દાદીને ડાયાબિટીસ હોય પણ બાળકો હેલ્થી લાઈફ સ્ટાઈલ જીવતા હોય અને એક્ટિવ હોય તો તેમને ડાયાબિટીસ ન થાય તેવું પણ બને. ટૂંકમાં ડાયાબિટીસ વારસાગત બીમારી નથી ખાવા પીવાની આદતો બદલીને શારીરિક રીતે એક્ટિવ રહીને અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરીને આ બીમારીના જોખમને ઓછું કરી શકાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય  જાણકારી પર આધારિત છે. nationgujarat.com  તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more