વ્યસનમુક્તિ માટે અનોખું અભિયાન:ગઢડાના ચાર ચોપડી ભણેલા ખેડૂતે ગીત થકી ઘણા લોકોને વ્યસન છોડાવ્યું

By: nationgujarat
03 Oct, 2023

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં રહેતા ખેડૂત પ્રેમજીભાઈ હિહોરીયાનું વ્યસન મુક્તિનું અનોખુ ગીત અત્યારે હજ્જારો લોકોનું જીવન બચાવી રહ્યું છે. પ્રેમજીભાઈ હિહોરીયા વ્યસન મુક્તિ માટે અનોખા અંદાજમાં અભિયાન ચલાવી રહ્યા છે. શાળા, કોલેજ, માંગલીક પ્રસંગો, સપ્તાહ સહિતના કાર્યક્રમોમાં જઈને પોતાના અનોખા અંદાજમાં ગીતો ગાઇને છેલ્લા 11 વર્ષથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને 4200 લોકોને વ્યસનથી મુક્ત કરાવ્યા છે. ત્યારે લોકો પણ પ્રેમજીભાઈના વ્યસન મુક્તિ અભિયાનને બિરદાવી રહ્યાં છે.

ગઢડા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે મોહનભાઈની પ્રતિમા પાસે રહેતા 58 વર્ષના પ્રેમજીભાઈ હિહોરીયા જેઓ ખેડૂત છે અને ફક્ત ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. પોતે ખેતી કામ કરતા હતા તે સમયે તેઓને મશીન ના કોઈ સ્પેરપાર્ટ લેવા માટે રાજકોટ જવાનું થયું ત્યારે તેમની સાથે જે ભાઈ હતા તેઓ માવા ખાતા હતા. જેથી પ્રેમજીભાઈએ તેમને સમજાવી માવા ખાવાની ના પાડી જેથી તેમની સાથે રહેલા માલપરા ગામના બાબુભાઈએ માવા બંધ કરી દિધા. પ્રેમજીભાઈને થયું કે લોકો આપણી વાત માને છે ત્યારથી તેઓએ ધીમે ધીમે લોકોને વ્યસન મુક્તિ માટે સમજાવવાનુ શરૂ કર્યું અને 4200 લોકોને વ્યસન મુક્ત કર્યા.

ગઢડાના પ્રેમજીભાઈ હિહોરીયા જેઓને કોઈ ફોન કરે એટલે તેઓ પોતાના ખર્ચે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જાય છે અને લોકોને વ્યસન છોડવા માટે અપિલ કરે છે ને લોકો પણ વ્યસન છોડે છે. શાળા કોલેજ, સરકારી કાર્યક્રમ, કથા, સપ્તાહ કે પછી મિટિંગોમાં પણ પ્રેમજીભાઈને બોલાવવામાં આવે છે અને પ્રેમજીભાઈ પોતાની આગવી રીતે લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરે છે.

થોડાજ દિવસો પહેલાં ઉજળવાવ ગામે ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રેમજીભાઈ હિહોરીયાએ વ્યસન મુક્તિ માટે પોતાના આગવા અંદાજમાં ગીત રજૂ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા ખુબ વાઇરલ થઈ રહ્યો છે. જે બાબતે પ્રેમજીભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું ભજન, કિર્તન, વ્યાખ્યાન દ્વારા લોકોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરું છું અને હું માવા છોડવાનું ગીત ગાઈને લોકોને વ્યસન મુક્ત કરવા પ્રોત્સાહન આપું છું. હાલ તો પ્રેમજીભાઈ હિહોરીયા પોતાના અનોખા અંદાજમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે અને હજ્જારો લોકોને વ્યસનથી મુક્ત કરાવી રહ્યા છે.

ગઢડાના ખેડૂત પ્રેમજીભાઈ હિહોરીયા દ્વારા ચલાવાતા અનોખા વ્યસન મુક્તિ અભિયાનથી 15થી 20 વર્ષ જુના માવાના વ્યસન હતા તેવા લોકોએ પ્રેમજીભાઈ દ્વારા અપાતા માર્ગદર્શનથી વ્યસન છોડી દીધા છે. સાથે સાથે તે તમામ લોકો વ્યસનથી દૂર રહેવા લોકોને અપીલ કરી રહ્યા છે. પ્રેમજીભાઈ હિહોરીયા જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે તે ખરેખર સાચું છે. ત્યારે લોકો પણ પ્રેમજીભાઈના વ્યસન મુક્તિ અભિયાનને બિરદાવી રહ્યા છે. ત્યારે માવા છોડવાના ભજનનો વીડિયો વાઇરલ મામલે પ્રેમજીભાઈ હિહોરીયાએ માહિતી આપી હતી.

 


Related Posts

Load more