સલાડ.. કચુંબર કે સંભારો શું ખાવું જોઇએ તે અંગે જાણો

By: nationgujarat
18 Apr, 2025

હેલ્થ – સલાડ, કચુંબર કે સંભારો આમા થી શું ખાવ વધુ ફાયદાકારક છે તે અંગે આપને પણ પ્રશ્ન થતો જ હશે અને એ પણ સવાલ થતો જ હશે કે આમા ફેર શું હશે. તો આવો આ અહેવાલમાં તમને આ ત્રણેયના ડિફરન્સ વિશે જણાવીએ અને હેલ્થ માટે શું ખાવુ જોઇએ તે અંગે જાણો

સલાડ એટલે શું?

કોઇ પણ વસ્તુ કાચી અને સમારીને સીધુ તેનુ સેવન કરીએ તો તેને સલાડ કહેવામાં આવે છે. સલાડ તરીકે કાકડી,ગાજર, કોબીચ,ટામેટા,બીટ,પેપ્સીકમ મરચા આ બધી વસ્તુને સમારી સીધુ સેવન કરીએ તો તેને સલાડ કહીએ છીએ

કચુંબર એટલે શું

સલાડની જેમ જ કચુંબર પણ આપણે જમતી વખતે લઇએ છીએ તો કચુંબરમાં કોબીચ,ટામેટા,ગાજર,કાચી કેરી, બીટ,કોબીચ સમારેલી આ બધી વસ્તુ પર મીઠું, મરી-મસાલો, કોથમીરી,લીબું કે સંચળ નાખીને તેનુ સેવન એકલુ કે ભોજન સાથે પણ કરીએ તે ને કચુંબર કહીએ છીએ

સંભારો એટલે શું

કોઇ પણ કાચી વસ્તુને સમારી તેને થોડી માત્રમા બાફી તેને તેલમાં સંસ્કારીત કરી બધા પ્રકારના મસાલા નાખી ભોજનમા લઇએ તો તેને સંભારો કહેવાય છે

હવે તમને સવાલ થતો હશે કે આ ત્રણેય વસ્તુમાં સૌથી ઉત્તમ શું કહેવાય તો આયુર્વેદીક સ્વાનંદ પરિવારના જણાવ્યા પ્રમાણે હેલ્થ માટે ઉત્તમ છે સંભારો. આપણે એવા વાતાવરણમાં રહીએ છીએ કે જ્યા મોટા ભાગે ડ્રાઇ વાતાવરણ હોય છે રૂતુમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે આવા સમયે જો કાચુ કે સલાડ વાળી વસ્તુ જમીશું તો તે પાચવામાં ભારે પડે છે પાચન શક્તિ મંદ હશે તો સરખુ પચી ન શકે માટે ત્રણે વસ્તુમાં સૌથી ઉત્તમ સંભારો ખાવો તે છે. સંભારામાં સાવઘાની તે રાખવાની છે કે તેને ખૂજ જ સામાન્ય તેલમાં સાતરી,મરી મસાલા નાખી ભોજન સાથે સેવન કરવું જેનાથી તેના બધા જ ફાયદા આપણને મળે


Related Posts

Load more